ધર્મ /
આજે બની રહ્યો છે ગજકેસરી યોગ, મીન-રાશિમાં ગુરુ-ચંદ્રની યુતિ, આ ત્રણ રાશિને થશે છપ્પરફાડ લાભ
Team VTV05:19 PM, 21 Mar 23
| Updated: 07:30 AM, 22 Mar 23
ગ્રહ અને નક્ષત્રના ગોચરથી શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. 22 માર્ચ 2023 એટલે કે આજે ગુરુ અને ચંદ્રમા મળીને ગજકેસરી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે, જે કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે.
આજે ગજકેસરી રાજયોગનું નિર્માણ
તમામ રાશિઓ પર અલગ અલગ અસર થશે
આ ત્રણ રાશિના જાતકોને થશે અઢળક લાભ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ગ્રહ અને નક્ષત્રના ગોચરથી શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે, જેની તમામ રાશિઓ પર અલગ અલગ અસર થાય છે. કેટલીક રાશિઓ માટે આ ગ્રહનું ગોચર શુભ સાબિત થાય છે, તો કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થાય છે.
ગુરુ અને ચંદ્રમાનો ગજકેસરી રાજયોગ
આજે ગુરુ અને ચંદ્રમા મળીને ગજકેસરી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. જેની તમામ રાશિઓ પર અસર થશે. આ ગજકેસરી યોગ કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે. આખા વર્ષ દરમિયાન આ રાશિઓને લાભ થશે. ભોપાલના જ્યોતિષ તથા વાસ્તુ નિષ્ણાંત પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ આ અંગે વિગતવાર જાણકારી આપી છે.
મિથુન
મિથુન રાશિના દસમાં ભાગમાં ચંદ્ર અને ગુરુની યુતિ સર્જાઈ રહી છે. આ દરમિયાન મિથુન રાશિના જાતકોને ઓફિસમાં અપાર સફળતા પ્રાપ્ત થશે, જેનાથી મિથુન રાશિના જાતકોને ખૂબ જ લાભ થવાની સંભાવના છે. નોકરિયાત વ્યક્તિઓને ઓફિસમાં માન અને સમ્માન પ્રાપ્ત થશે તથા તરક્કી પણ થશે. જો કોઈ વ્યક્તિ નોકરી મેળવવા માટે કોશિશ કરી રહી છે, હાલનો સમય ખૂબ જ ઉત્તમ છે. વેપારી વર્ગને નફો થવાનો યોગ બની રહ્યો છે.
કન્યા
કન્યા રાશિના સાતમાં ભાગમાં ચંદ્રમા અને ગુરુની યુતિ બની રહી છે. ગુરુ ગ્રહને વિવાહ અને સંતાનનું પરિબળ માનવામાં આવે છે. ચંદ્રમાની સાથે યુતિ બનવાને કારણે તેની અસર પણ વધી જશે. કન્યા રાશિના જાતકોના વિવાહની ચર્ચા ચાલી રહી છે, આ દરમિયાન તેમના વિવાહ થવાનો યોગ બની રહ્યો છે. સંતાન પ્રાપ્તિ માટે આ સમયને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કન્યા રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે, પત્ની સાથે સારો વ્યવહાર રહેશે અને ભાગીદારીના બિઝનેસમાં તરક્કી તથા નફો થશે.
ધન
ધન રાશિના ચોથા ભાગમાં ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. ધન રાશિના જાતકોને જમીન, ઘર અને વાહન ખરીદવાના કાર્યોમાં નિશ્ચિત સફળતા મળશે. ધન રાશિના જાતકોના તેમની માતા સાથે સૌથી સારા સંબંધ રહેશે અને સુખ તથા સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. વાહન ખરીદવા માટે સર્વશ્રેષ્ઠ સમય છે, આવકમાં પણ વધારો થશે. આ રાશિના જાતકોએ પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ.