બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:35 AM, 11 December 2024
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહોની રાશિ બદલવાનો સમય અલગ અલગ હોય છે. ચંદ્ર લગભગ દર અઢી દિવસે તેની રાશિ બદલે છે, ત્યારે શનિ અને ગુરુ જેવા ગ્રહો એકથી અઢી વર્ષે. ગ્રહોના રાશિચક્રમાં થતા ફેરફારો દરેક લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે. ઘણી વખત જ્યારે એકથી વધુ ગ્રહો એક જ રાશિમાં આવે છે ત્યારે અનેક પ્રકારના યોગ બને છે. ગુરુ હાલમાં શુક્રની રાશિ વૃષભમાં છે અને થોડા દિવસો પછી, ચંદ્ર અને ગુરુનો સંયોગ થશે, જે ગજ કેસરી નામનો શક્તિશાળી રાજયોગ બનાવશે. ગજ કેસરી યોગને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. 13 ડિસેમ્બરે, ચંદ્ર વૃષભ રાશિમાં સંક્રમણ કરશે, જ્યાં ગુરુ પહેલેથી જ હાજર છે. આવી સ્થિતિમાં ચંદ્ર અને ગુરુના સંયોગથી ગજ કેસરી રાજયોગ બનશે. ચાલો જાણીએ કે ગુરુ અને ચંદ્રના સંયોગથી બનેલા ગજ કેસરી યોગથી કઈ રાશિઓને લાભ થશે.
ADVERTISEMENT
વૃષભ
ADVERTISEMENT
આ રાશિના જાતકોને લગન યોગમાં ગજકેસરી યોગ બનવાને કારણે આત્મવિશ્વાસ અને સન્માનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. નોકરીયાત લોકોને કાર્યક્ષેત્રમાં નવી સિદ્ધિઓ મળશે. વેપારમાં સારો ફાયદો થશે અને અચાનક ધનલાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને સારા સમાચાર મળવાની સંભાવના છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે ગુરુ અને ચંદ્રનો સંયોગ શુભ સાબિત થશે. કાર્યમાં સફળતા મળશે અને અધૂરા કામ જલ્દી પૂરા થશે. નોકરી અને વેપારમાં લાભ થશે.
કાર્યસ્થળમાં તમને કેટલીક નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. વિવાહિત જીવન સુખી રહેશે અને પરિવારના દરેક સભ્યનો સહયોગ મળશે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
વધુ વાંચો: અમદાવાદની સ્થાપના પહેલાનું સરસપુરમાં રણછોડજીનું પૌરાણિક મંદિર, ભગવાન જગન્નાથના છે મામાનું ઘર
વૃશ્ચિક
આ રાશિના લોકો માટે 13 ડિસેમ્બરે જન્મકુંડળીના સાતમા ભાવમાં ગજકેસરી યોગ બનશે. જે તમને વેપારમાં સારો નફો કરાવશે. દરેક ક્ષેત્રમાં સારી સફળતા મળશે. નાણાકીય લાભની તકો વધશે. નવી યોજનાઓ સફળ થઈ શકે છે. વિવાહિત જીવન સારું રહી શકે છે. અચાનક ધનલાભની શક્યતા રહેલી છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT