સુધારેલા મોટર વાહન કાયદા હેઠળ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મોટા દંડને લઇને ચર્ચા ચાલી રહી છે તે દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે તેમને પોતાને પણ દંડ ભરવો પડ્યો હતો. મુંબઇના બાંદ્રા-વરલી સીલિંક પર વાહનનને થોભાવવા બદલ તેમને આ દંડ ફટકારવામાં આવ્યો હતો.
100 દિવસ તો માત્ર ટ્રેલર, પિક્ચર અભી બાકી હે
નોંધનીય છે કે, મોદી સરકારે પ્રથમ 100 દિવસમાં કરેલ મોટા નિર્ણયો અંગે વાતચીત કરતા કેન્દ્રના પ્રધાને એમ પણ જણાવેલ કે, કલમ-370 હટાવવી અને જમ્મુ-કાશ્મીરને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યા તે મોટી સિદ્ધિ છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અભિલાષા છે કે, ભારત મહાશક્તિ બને. મોદી સરકારના મંત્રીએ વઘુમાં જણાવ્યું હતું કે, 100 દિવસ તો માત્ર ટ્રેલર છે, સંપુર્ણ ફિલ્મ 5 વર્ષ જોવા મળશે.
મુંબઇમાં ભરવો પડ્યો ભાજપના મંત્રીને દંડ
ગડકરીએ કહ્યું કે, ત્રિપલ તલાકને ગુનાની શ્રેણીમાં લાવી એને મોટર વાહન કાયદાનમાં સંશોધન એનડીએ સરકારની મોટી સિદ્ધિ છે. તેમણે કહ્યું કે, મને પણ સીલિંક પર વધુ ઝડપે ગાડી ચલાવવા બદલ દંડ ભરવાનો વારો આવ્યો હતો.
નોંધનીય છે કે, મોટર વાહન સંશોધન બિલને ગત મહિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. તેનું લક્ષ્ય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનારને કઠોર દંડ ફટકારવો અને માર્ગ પર અનુશાસન લાવવાનો છે.