Team VTV06:58 PM, 19 Jan 21
| Updated: 07:00 PM, 19 Jan 21
ગઢડાના ગોપીનાથજી મંદિરમાં ચેરમેનના પદને લઈને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે ગઢડા સ્વામિનારાયણ મંદિરના સાધુનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દેવપક્ષના સાધુ ભાનુ પ્રકાશ ગઢડાની ચોક્કસ જ્ઞાતિઓ વિરૂદ્ધ બોલી રહ્યા છે. જોકે સાધુના આ વાયરલ વીડિયોની VTV પુષ્ટી કરતું નથી.
ગઢડા સ્વામિનારાયણ મંદિરના સાધુનો વીડિયો વાયરલ
દેવપક્ષના ભાનુ પ્રકાશ સ્વામીનો વીડિયો વાયરલ
સાધુ ગઢડાની ચોક્કસ જ્ઞાતિઓ વિરૂદ્ધ બોલી રહ્યા છે
ગઢડા સ્વામિનારાયણ મંદિરના દેવપક્ષના ભાનુ પ્રકાશ સ્વામીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ચેરમેનની ઓફિસમાં થઇ રહેલી વાત દરમિયાન સાધુ ભાનુ પ્રકાશ ગઢડાની ચોક્કસ જ્ઞાતિઓ વિરૂદ્ધ બોલી રહ્યા છે. ત્યારે સ્વામીના વીડિયો ગઢડા શહેરમાં ટોક ઓફ ધ ટાઉનનો મુદ્દો બન્યો છે. જોકે VTV આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
સ્વામી ભાનુ પ્રકાશે શું કહ્યું?
વાયરલ વીડિયોમાં ભાનુ પ્રકાશે કહ્યું કે, મને યાદ આવી ગયું સાહેબ આ યુનિયન કરીને કરીએ તો આપણે. આ બધુ એક એક નેજ લેવાના, પણ પહેલા ***ને લેવાના થોડું ઘણું કંઇક વ્યવસ્થિત સફળતાને પહોંચો પછી ***ને લેવાના. હવે અહિં દર્શન કરવા આવે, ગલ્લામાં પંજો ય નહીં નાખવાનો. દેવની મિલ્કત સામે ધ્યાન, લાખોની મિલ્કત સામે ઇ તો ગઢડા ગામ જ એવું છે ને કે અહીં ગમે તે પોલીસ આવી પંચનામુ કરોને કાંઇ કરોને, કલાકમાં ગઢડામાં છેલ્લામાં છેલ્લા સુધી ખબર પડી જાય આ તિરથ *** ગામ છે. *******************
મંદિરમાં શું લગાવાઇ છે જાહેર નોટીસ?
મંદિરની અંદર લગાવવામાં આવેલા બોર્ડને લઇને વિવાદ સર્જાયો છે. જેમાં લખ્યું છે કે, આથી જાહેર જનતાને જણાવવાનું છે કે, શ્રી ગોપિનાથજી દેવ મંદિર ટ્રસ્ટ પરિસરના અતિથી ભુવનમાં યાત્રિક બહેનો, દિકરીઓ તેમજ હરિભક્તોનો જોખમી સામાન હોવાથી ગઢડાના લોકલ કોઇ પણ માણસે આ દરવાજા અંદર પ્રવેશ કરવાની સખત મનાઇ છે. લી. કોઠારી શ્રી
ત્યારે આ સત્તાવાર બોર્ડ માર્યું છે જે ગઢડા ગોપીનાથજી મંદિરના કોઠારી ગઢડાનાં તમામ લોકોને ચોર સમજે છે? ગઢડાના લોકો માટે જ ખાસ બોર્ડ મુકવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ સહિતના તમામ કોર્પોરેટરો પણ ગઢડાના લોકલ માણસોમાં આવી ગયા તો શું એ તમામ ચોર છે?