બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / મૂવી સમીક્ષા / 'અપને હી દેતે હૈ અપનો કો વનવાસ..', ફિલ્મ Vanvaasનું ટ્રેલર રીલીઝ, રડાવી દેશે નાના પાટેકરનો અભિનય
Last Updated: 05:34 PM, 2 December 2024
'ગદર 2' સાથે સુપરહિટ ફિલ્મ બનાવનારા ડિરેક્ટર અનિલ શર્માએ થોડા સમય પહેલા ‘વનવાસ’ ફિલ્મનું અનાઉન્સમેન્ટ કર્યું હતું. હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયો છે, જેમાં અનિલ શર્માના પુત્ર અને 'ગદર 2'માં ચરણજીતનો રોલ કરનાર અભિનેતા ઉત્તર્શ શર્મા લીડ રોલમાં છે. ટ્રેલરની શરૂઆત તેમની વોઈસઓવર સાથે થાય છે, જેમાં તેઓ કહે છે,"માતા-પિતાનું કરમ હોય છે બાળકોને પાળવું, અને બાળકોનું ધર્મ હોય છે મા-બાપને સંભાળવું."
ADVERTISEMENT
ટ્રેલરમાં, બનારસની ગલીઓમાં ઉત્તર્શ શર્માનો ચંચલ અંદાજ જોઈ શકાય છે. તેઓ આ ફિલ્મમાં "વીરુ ભૈયા વોલંટિયર"નું રોલ કરી રહ્યા છે. શરૂઆતમાં, તેમનું પાત્ર ખૂબ મજેદાર લાગી રહ્યું છે, અને તે કહે છે કે તેમની પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. પરંતુ, લોકોની સમસ્યાઓ હલ કરતાં, તે લોકોના પૈસા પણ ખાલી કરી દે છે. આ મજેદાર ક્ષણો માત્ર હાસ્ય કરવા માટે છે, પરંતુ ફિલ્મની મુખ્ય વાર્તા આથી અલગ છે.
ADVERTISEMENT
આ ફિલ્મ એવી વાર્તા પર આધારિત છે, જેમાં માતા-પિતા પોતાના બાળકોને પાળીને મોટા બનાવે છે, પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે, ત્યારે તેઓ પોતાના માતા-પિતાને એકલા મૂકી દેતા હોય છે. નાના પાટેકર આમાં એવા શખ્સનો રોલ નિભાવી રહ્યા છે, જેમણે તેમના બાળકો તગેડી મૂક્યા હોય છે. આ સમયે, તેમના જીવનમાં વિરુ ભૈયા (ઉત્તર્શ શર્મા) એ એન્ટ્રી કરે છે, જે પછી આ વાર્તા એક ઇમોશનલ અને સંવેદનશીલ પળો તરફ આગળ વધે છે.
ટ્રેલર તો મજેદાર છે, પરંતુ તેનો અંતે એવો છે કે તમને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બાગબાન' યાદ આવી જશે અને દર્શકોને ભાવુક કરી દેશે. ‘વનવાસ’ એ પરિવારનો પ્રેમ અને વૃદ્ધાવસ્થાની સ્થિતીને દર્શાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.