વર્ષ 2018ની પ્રથમ મેચ માટે ભારતના ઓપનર શિખર ધવન ફિટ છે. તેઓ શુક્રવારથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં પસંદગી માટે તૈયાર છે. દક્ષિણ આફ્રિકા જતાં પહેલાં ધવનના પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી.
મળેલ માહિતી અનુસાર શિખર ધવનના પગની ઘૂંટીએ ઇજા પહોંચી હતી. જેને લઇ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ રમવી શંકાસ્પદ હતી. ભારતીય ટીમના પ્રસ્થાન પહેલાં હોટેલમાં પ્રવેશી રહી હતી ત્યારે ધવન લંગડાતો જોવા મળ્યો હતો. આ સ્ટ્રેપ તેમના ડાબા પગની ઘૂંટીમાં જોડાયા હતા.
બીજી બાજુ રવિન્દ્ર જાડેજાના ચાહકો માટે સારા સમાચાર નથી. ભારતની ક્રિકેટ ટીમનાં 29 વર્ષના ઓલ-રાઉન્ડર જાડેજા છેલ્લા બે દિવસથી બીમાર છે તે વાયરલથી પીડાય છે. હાલમાં બીસીસીઆઈની તબીબી ટીમ તેમની સંભાળ લઈ રહી છે. તે જ સમયે તબીબી ટીમ કેપટાઉનમાં સ્થાનિક ડોકટરોની ટીમ સાથે સંપર્કમાં પણ છે. આ અપડેટ બીસીસીઆઈએ તેની વેબસાઇટ પર શેર કરી હતી.
બીસીસીઆઇની તબીબી ટીમ દ્વારા જાડેજાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે આગામી 48 કલાકમાં સંપૂર્ણ રીતે સાજો થઇ જશે. જાડેજા પ્રથમ ટેસ્ટમાં રમશે કે નહીં તે 5 જાન્યુઆરીની સવારે જ જાણવા મળશે.