બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:38 PM, 15 May 2025
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ કોમન થઈ ગયો છે. તમે પણ સોશિયલ મીડિયાના કોઈને કોઈ પ્લેટફોર્મ પર હશો જ અથવા હોઈ શકે કે બધા જ ફેમસ પ્લેટફોર્મ પર તમારું એકાઉન્ટ હોય જ્યાં તમે દિવસમાં થોડો ટાઈમ સ્ક્રોલિંગમાં પણ પસાર કરતા હશો. અને આ દરમિયાન સ્ટંટ, ડાન્સ, એક્ટિંગ, જુગાડ સહિત ભાત-ભાતના વીડિયો અને આ સિવાય જબરદસ્ત ફોટો પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અને આ બધુ વાયરલ થઈ જતું હોય છે. અત્યારે પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
એક મજેદાર વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે, જે લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યો છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક ફંક્શન બતાવવામાં આવ્યું છે, જ્યાં કેટલાક લોકો DJ ના તાલે ડાન્સ કરવામાં મશગૂલ જોવા મળી રહ્યા છે. આ ફંક્શન દરમિયાન એક બાળક ખુરશી પર બેઠું છે અને તેની પાસે એક કાકી ઊભા છે. ત્યારબાદ કાકી સાથે એક એવી ઘટના બને છે જે જોતા તમે તમારું હસવું નહીં રોકી શકો
ADVERTISEMENT
કાકી તે બાળકને ખુરશી પરથી ઊભું કરે છે જેથી તે પોતે બેસી શકે. પરંતુ આ ખુરશી તૂટેલી હોય છે – તેનો એક પગ તૂટી ગયો હોય છે. બાળક પોતાનું સંતુલન બનાવીને તેમાં બેસેલો હોય છે પણ કાકીએ આ બાબત પર કોઈ ધ્યાન આપ્યું નહીં. કાકી ખુરશી પર પાછળ જોઈ્યા વિના બેસે છે અને તરત જ નીચે પડી જાય છે. આ જોઈને, નજીકમાં બેઠેલી એક છોકરી જોરથી હસવા લાગે છે. પછી બીજી છોકરી આવે છે અને કાકીને ઊભા કરવા માટે મદદ કરે છે.
આ પણ વાંચો : VIDEO : લગ્નની આવી કંકોત્રી નહીં જોઈ હોય, વર-કન્યાના નામ વાંચીને હસીને લોટપોટ થઈ જશો
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની કેપ્શનમાં લખ્યું હતું: "આંટી જી, આંટી ગેટઅપ અને ડાન્સ!" આ વીડિયો અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. લોકોને આ વીડિયો બહુ જ રમૂજી લાગ્યો છે અને કોમેન્ટ્સમાં પણ મજાની પ્રતિક્રિયાઓ આપી છે. કોઈએ લખ્યું – "સારું થયું, આવી આંટીઓ સાથે આવું જ થવું જોઈએ," તો બીજાએ લખ્યું – "મને તો શાપ ગમ્યો!" ત્રીજાએ લખ્યું – "હું આટલો બધો હસું કેમ છું?"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT