સોશિયલ મીડિયા પર ક્યારે ક્યો કિસ્સો છવાઈ જાય તેનું કંઈ નક્કી નહીં. કહેવાય છે કે, ઘણી વાર એવા કિસ્સા પણ હોય છે, જેને જાણવામાં આપણને રસ પડે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસ્વીર
એક છોકરીએ 10ની નોટ પર દિલની વાત લખી
નોટ ફરતી ફરતી લોકો સુધી પહોંચી
સોશિયલ મીડિયા પર ક્યારે ક્યો કિસ્સો છવાઈ જાય તેનું કંઈ નક્કી નહીં. કહેવાય છે કે, ઘણી વાર એવા કિસ્સા પણ હોય છે, જેને જાણવામાં આપણને રસ પડે, જ્યારે અમુક કિસ્સામાં આપણને ગુસ્સો પણ આવી જતો હોય છે. જો કે, આજે અમે આપને અહીં જે ફની કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ, તેને જોઈને ચોક્કસપણે આપને પણ હસવું આવી જશે.
Twitter show your power... 26th April ke Pehle kusum ka Yeh message vishal tak pahuchana hai.. Doh pyaar karne wale ko milana hai.. Please amplify n tag all vishal you know.. 😂 pic.twitter.com/NFbJP7DiUK
આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ખૂબ મજા લઈ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, 10 રૂપિયાની નોટની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના પર એક છોકરીએ પોતાના પ્રેમી માટે મજાની વાત લખી છે. જેને વાંચીને આપને પણ ચોક્કસથી હસવું આવી જશે.
વાયરલ તસ્વીરમાં આપ જોઈ શકો છો કે, કેવી રીતે એક છોકરીએ 10 રૂપિયાની નોટ પર પોતાની દિલની વાત લખી છે. છોકરીએ લખ્યું છે કે, વિશાલ મારા લગ્ન 26 એપ્રિલે છે. મને ભગાડીને લઈ જા. i love u, તારી કુસુમ....હવે આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Arey kahan shadi pata karo
Bahut din hue koi shadi nhi attend ki
😁😁🤣
આ તસ્વીરને જોઈને લોકો પણ ખૂબ મજા લઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, બે પ્રેમ કરતા લોકોને ગમે તે થઈ જાય સાથે મિલન કરાવાનું છે. તો વળી અમુકે કહ્યુ કે, ક્યાંક એવુ ન થઈ જાય કે, 26 તારીખે 10 વિશાલ કુસુમને ભગાડવા માટે આવી પહોંચે. લોકો આ પોસ્ટની ખૂબ મજા લઈ રહ્યા છે.