funny advertisement boy want so many things in one girl
હાસ્યસ્પદ /
ગજબ જાહેરાત : લગ્ન માટે યુવકને એવી યુવતી જોઈએ છે કે જેને શોધવી અશક્ય કહેવું પણ ઓછું પડે
Team VTV03:35 PM, 18 Feb 20
| Updated: 08:06 PM, 18 Feb 20
આજકાલ ન્યૂઝપેપર અને મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાના મનગમતા વર-કન્યા શોધવા માટે જાહેરાતો આપવી એ સામાન્ય વાત થઈ ગઈ છે. આવી સાઈટ પર લોકો પોતાની સાથે પોતાના ભવિષ્યમાં થનારા જીવનસાથી વિશે પણ લખતાં હોય છે, જેમાં તેઓ વર તથા કન્યામાં કયા-કયા ગુણો હોવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી આપતા હોય છે. આવી એક જાહેરાત મિડીયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે.
થનાર દુલ્હન માટે અજીબ માંગોની લિસ્ટ
માંગ લિસ્ટ ચર્ચાનો વિષય બની ગઈ છે
જાહેરાત સોશિયલ મિડીયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે
દુલ્હન કેવી હોવી જોઈએ?
31 વર્ષના અભિનવ કુમારે જાહેરાતમાં વિસ્તારથી જણાવ્યું છે કે, તેને બ્રાહ્મણ, ગોરી, સુંદર, વફાદાર, વિશ્વાસુ, કેરીંગ, પૈસાદાર, વગદાર, અને વર્કિગ દુલ્હન જોઈએ છે.
જાહેરાત અનુસાર
અભિનવ કુમાર પોતે કોઈ કામ કરતા નથી. પરંતુ અભિનવની માંગો હજુ પૂરી થઈ નથી, તેમની દુલ્હનમાં દેશભક્તિ પણ અત્યંત હોવી જોઈએ. ઉપરાંત દુલ્હન ભારત સરકારની સૈનિક અને ખેલ-કૂદમાં પણ આગળ હોવી જોઈએ. હજુ લિસ્ટ લાંબી છે, દુલ્હન એક્સટ્રીમિસ્ટ હોવાની સાથે વિનમ્ર અને બાળક ઉછેરવામાં પણ એક્સપર્ટ હોવી જોઈએ.
યુઝર્સ થકી જાહેરાત ઘણી ટ્રોલ થઈ રહી છે
જાહેરાતમાં એવું કશુંય સાબિત થતુ નથી કે કયારે છપાઈ છે પણ સોશિયલ મિડીયા પર એક યુઝરે શેર કર્યા બાદ લોકોએ ઘણી કમેન્ટો કરી હતી. કેટલાક યુઝર્સ મજા લઈ રહ્યા છે તો, કેટલાક ગુસ્સો કરી રહ્યા છે. અને કેટલાક તો આખી બાબતને ફેક કહી રહ્યા છે.
એક યુઝરે લખ્યું છે કે, આવી ઘણી બધી ક્વોલિટી એક મહિલામાં ના હોઈ શકે. આવું તો સુપરવુમેનમાં પણ જોવા મળતું નથી. તેવામાં આ યુવકે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે જુદી-જુદી મહિલાઓ સાથે લગ્ન કરવા પડશે. અને એક યુઝરે મજાક ઉડાવતા લખ્યું કે, આ યુવકે પોતાના પડછાયાં સાથે જ લગ્ન કરી લેવા જોઈએ.
તો બીજાએ સવાલ કરતા લખ્યું કે, લગ્ન પહેલા જ કોઈ મહિલા બાળક ઉછેરવામાં કઈ રીતે એક્સપર્ટ હોઈ શકે, અને આ યુવકને એવી યુવતી જોઈએ કે, જેને પહેલે થી જ બાળક હોય. શું આ યુવકને મનગમતી યુવતી મળશે? એ જોવાનુ રહ્યું.