બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / વિશ્વ / Tech & Auto / ટેક અને ઓટો / કેવી રીતે ઠપ્પ થયા દુનિયાભર લેપટોપ-કમ્પ્યુટર? ક્યારે માઈક્રોસોફ્ટની ખામી ઠીક થશે, એક ક્લિકમાં જાણો A ટુ Z

Microsoft Outage / કેવી રીતે ઠપ્પ થયા દુનિયાભર લેપટોપ-કમ્પ્યુટર? ક્યારે માઈક્રોસોફ્ટની ખામી ઠીક થશે, એક ક્લિકમાં જાણો A ટુ Z

Last Updated: 07:24 PM, 19 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં Microsoft સેવાઓ બંધ થવાને કારણે લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં Microsoft સેવાઓ બંધ થવાને કારણે લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે ઉડ્ડયન ક્ષેત્રને નોંધપાત્ર અસર થઈ છે. આ સમસ્યા CrowdStrike ના અપડેટ પછી આવી છે, જે કંપનીએ ખાસ કરીને Windows માટે બહાર પાડી છે. જો કે તેની અસર Mac અને Linux ને નહી થાય.

માઈક્રોસોફ્ટની સેવાઓ બંધ થવાને કારણે વિશ્વમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આની એવિએશન સેક્ટર પર મોટી અસર પડી છે, જેના કારણે વિશ્વના ઘણા ભાગોમાં ફ્લાઇટ્સ સમયસર ઉડી શકી ન હતી. ભારતમાં એરપોર્ટ પર ઘણી સેવાઓ ખોરવાઈ ગઈ છે. લોકોના બોર્ડિંગ પાસ છપાતા નથી.

આ સમગ્ર ઉથલપાથલનું કારણ એક અપડેટ માનવામાં આવે છે, જે CrowdStrike દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ અપડેટ શું હતું અને તેના કારણે લોકોની સિસ્ટમ કેમ અટકી ગઈ, આ બધા પ્રશ્નોના જવાબ તમને જણાવીએ છીએ.

Microsoft server down

CrowdStrike શું છે?

CrowdStrike એક સાયબર સુરક્ષા ફર્મ છે, જે વિશ્વભરની મોટી કંપનીઓ સાથે કામ કરે છે. આ કંપનીનું કામ માહિતી પ્રદાન કરવાનું અને તેના ગ્રાહકોને હેકિંગ, ડેટા ભંગ, સાયબર હુમલાઓથી બચાવવાનું છે.

સમસ્યા કેમ આવી છે?

વાસ્તવમાં CrowdStrike એ એક અપડેટ બહાર પાડ્યું હતું, જે વિન્ડોઝ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું. આ અપડેટમાં કન્ફિગરેશન સંબંધિત દિક્કત હતી, જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. આ કારણે સિસ્ટમ સ્ટોરેજ અને કમ્પ્યુટર રિસોર્સેસ વચ્ચે સમસ્યા છે અને સર્વિસિસ કામ કરી રહી નથી.આ અંગે માહિતી આપતા સાયબરઆર્કના સીઆઈઓ ઓમર ગ્રોસમેને જણાવ્યું કે ક્રાઉડસ્ટ્રાઈકના EDR પ્રોડક્ટમાં સોફ્ટવેર અપડેટને કારણે આ સમસ્યા થઈ છે. આ પ્રોડક્ટ હાઇ પ્રિવિલેસ પર ચાલે છે, જે એડ પોઇંટ્સને સુરક્ષિત કરે છે.

Website Ad 3 1200_628

બ્લૂ સ્ક્રીન અથવા શટડાઉનનો અર્થ શું છે?

ક્રાઉડસ્ટ્રાઈકના અપડેટને કારણે જે સમસ્યા આવી છે, તેને કારણે લોકોની સિસ્ટમ પર વાદળી સ્ક્રીન દેખાઈ રહી છે. કેટલાક લોકોની સિસ્ટમ ઓટોમેટિક શટડાઉન થઈ રહી છે.

શું કહે છે કંપનીના CEO?

આ મામલે CrowdStrikeના CEO જ્યોર્જ કુર્ટઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે. તેમણે કહ્યું કે તેઓ તેમના કસ્ટમર્સ સાથે મળીને આ સમસ્યા પર કામ કરી રહ્યા છે. આ સમસ્યા ફક્ત વિન્ડોઝ પર જ આવી છે. Mac અને Linux પર તેની કોઈ અસર નથી. આ સાયબર એટેક નથી. આ સમસ્યાને ઓળખવામાં આવી છે અને તેને ઠીક કરવામાં આવી છે. કસ્ટમર્સ આ સમસ્યાથી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સપોર્ટ પેજને તપાસી શકે છે.

તમે બ્લુ સ્ક્રીનને કેવી રીતે ઠીક કરી શકો?

સાયબરઆર્કના સીઆઈઓ ઓમર ગ્રોસમેને કહ્યું કે બ્લુ સ્ક્રીન ઓફ ડેથની સમસ્યાને રીમોટલી ઠીક કરી શકાતી નથી. એંડ પોઇંટથી એડ પોઇંટ સુધી મેન્યુઅલી સોલ કરવું પડશે. આ પ્રક્રિયામાં ઘણા દિવસો લાગી શકે છે, જે મોટી સમસ્યા ઊભી કરશે.

વધું વાંચોઃ માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન થતાં અફરાફતરી, અમદાવાદથી જતી આટલી ફ્લાઇટ કેન્સલ, મુસાફરો હેરાન હેરાન

સમસ્યાનું કારણ શું છે?

આ સવાલ પર સાયબરઆર્કના સીઆઈઓ ઓમર ગ્રોસમેને કહ્યું કે આ ભૂલના ઘણા કારણો હોઈ શકે છે. આ માનવીય ભૂલથી લઈને હોઈ શકે છે, સંભવતઃ ડેવલપરએ પર્યાપ્ત ગુણવત્તા નિયંત્રણ વિના અપડેટ ડાઉનલોડ કરવાને કારણે, અથવા કમ્પ્રેશન સાયબર હુમલાને કારણે અથવા સમય પહેલા અપડેટ તૈયાર કરવાને કારણે પણ થઇ શકે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Microsoft Outage Microsoft Outage FAQ Microsoft
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ