બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:54 AM, 30 November 2024
Petrol-Diesel Prices : પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. નવીનતમ અપડેટ મુજબ આજે એટલે કે 30 નવેમ્બર 2024, શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે.
ADVERTISEMENT
પેટ્રોલના ભાવ શું છે?
આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 103.44 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.95 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 101.03 રૂપિયા પ્રતિ લીટર છે.
ADVERTISEMENT
ડીઝલના ભાવ શું છે?
આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.67 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં ડીઝલની કિંમત 89.97 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 91.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.61 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ-અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
વધુ વાંચો : કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, નહીં મળે PF ના રૂપિયા, 30 નવેમ્બર સુધીમાં પતાવો આ કામ
SMS દ્વારા તમારા શહેરમાં તેલના દર કેવી રીતે તપાસશો ?
રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાદવામાં આવેલા ટેક્સને કારણે વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ છે. તમે તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.