વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધારે કમાણી કરનારી ટીમ ઇન્ડિયા આગામી 5 વર્ષ (2018-2023)માં અલગ-અલગ ફોર્મેટની સૌથી વધારે 203 જેટલી ઇન્ટરનેશનલ મેચ રમશે આ 5 વર્ષોના ટીમ ઇન્ડિયા 51 ટેસ્ટ મેચ 83 વનડે મેચ અને 69 T-20 ઇન્ટરનેશનલ મેચ રમશે તેવી સંભવાના છે.
ટીમ ઇન્ડિયાની મેચોની સંખ્યા બાબતે બીજા સ્થાને વેસ્ટઈન્ડીઝ (186 મેચ) અને ત્રીજા સ્થાને ઈંગ્લેન્ડ (175 મેચ) રમશે. ટેસ્ટમેચ રમવામાં ભારતીય ટીમ બીજા સ્થાને છે જ્યારે ઈંગ્લેન્ડ 59 ટેસ્ટ સાથે પહેલા નંબરે છે અને ઓસ્ટ્રેલિયા 47 ટેસ્ટ મેચ સાથે ત્રીજા સ્થાન પર છે. વનડે મેચ અને T-20 મામલે ટીમ ઇન્ડિયા વેસ્ટઈન્ડિઝથી આગળ છે.
BCCIના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ''હવે FTP દ્વિપક્ષીય સમજૂતીની જેમ છે પરંતુ કેલેન્ડર નિર્માણમાં ICCને પોતાના અભિપ્રાય આપશે. જે લોકો વિચારે છે કે BCCI ટેસ્ટ મેચને નજરઅંદાજ કરી રહ્યું છે તેમના માટે વળતો જવાબ છે કેમ કે ભારત પાંચ વર્ષમાં 50થી વધુ ટેસ્ટ મેચ રમશે.''
ટીમ ઇન્ડિયા 2018-19ના સત્રમાં 54 મેચ રમશે જે પછી આગામી ચાર સત્રમાં ક્રમશ: 41 33 40 અને 35 મેચ રમશે.