બ્રેકિંગ ન્યુઝ
VTV / Health / આરોગ્ય / તમે કેન્સર વાળી ચા નથી પીતા ને? રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, ચા રસિકો ખાસ જાણી લેજો
Last Updated: 03:27 PM, 15 July 2024
ચા વગર ભારતીયોની દિવસની શરૂઆત નથી થતી. પરંતુ શું તમે જાણો છો કે આ ચા આપણને કેન્સર ના દર્દી પણ બનાવી શકે છે. આ પેટ અને બીજી સમસ્યાઓનું મોટુ કારણ છે છતાં અમુક લોકોને તેની લગ લાગેલી હોય છે. ચા બનાવતી વખતે તેમાં કલર મિક્સ કરવામાં આવે છે જેના કારણે કેન્સર જેવી ગંભીર સમસ્યાનું રિસ્ક રહે છે.
ADVERTISEMENT
આ મામલો કર્ણાટકથી સામે આવ્યો છે જ્યાં ફૂડ સેફ્ટી એન્ટી સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં ચાને ઝેરી રીતે તૈયાર કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીની જેમ કર્ણાટકમાં ટપરી કે લારી પર મળતી ચાની ભુકીને સેમ્પલ લીધો. રિપોર્ટ્સ અનુસાર મળી આવ્યું કે તેમાં ચાની ડસ્ટ, જંતુનાશક અને કલર્સને મિક્સ કરીને ટીને સૌથી પહેલા ખતરનાક બનાવવામાં આવે છે.
કહેવામાં આવી રહ્યું છે કે નોર્થ કર્ણાટકથી લગભગ 50 સેમ્પલ લેવામાં આવ્યા છે અને એમ મળી આવ્યું છે કે ચાની ભુકીને તૈયાર કરતી વખતે તેમાં વધારે પ્રમાણમાં પેસ્ટિસાઈડનો ઉપયોગ કરી શકાય છે. રિપોર્ટ્સ અનુસાર કેન્સરનો ખતરો વધનાર એડિટિવ્સ રોડામાઈન-બી અને ટાર્ટ્રાજિનનો યુઝ ભોજનની વસ્તુઓને એટ્રેક્ટિવ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે આ એક મોટા ખતરાનો સંકેત છે.
દૂધ વાળી ચાના નુકસાન
ભારતીયોમાં મોટાભાગે લોકો દૂધ વાળી ચાના શોખીન છે. આ સ્વાદમાં શાનદાર હોય છે પરંતુ તેને રોજ પીવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે. આ રીતે બનાવવામાં આવેલી ચાને લોકો ખાલી પેટે પીવે છે.
વધુ વાંચો: ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવો મોંધો પડશે, Swiggy અને Zomatoની પ્લેટફોર્મ ફીમાં ધરખમ વધારો
આ કારણે મેટાબોલિઝમ કમજોર પડે છે. લાંબા સમય સુધી એવું થાય તો વ્યક્તિ બ્લોટિંગ, એસિડિટી અને પેટ સાથે સંબંધિત બીજી હેલ્થ પ્રોબ્લેમ્સનો શિકાર બની જાય છે. ચામાં કેફીન હોય છે જે આપણી રાત્રે ઉંઘ આવવાની સિસ્ટને પ્રભાવિત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.