FSA report of 2022 says that India is developing nuclear power technology
શક્તિ /
ચીનનો પરસેવો છૂટયો, ભારત સતત વધારી રહ્યો છે પોતાનો ન્યૂક્લીયર પાવર, બેજિંગ પણ રડારમાં, રિપોર્ટ જાહેર
Team VTV08:19 PM, 28 Jan 23
| Updated: 08:52 PM, 28 Jan 23
ફેડરેશન ઑફ અમેરિકન સાઈન્ટિસ્ટની 2022ની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સતત પોતાની પરમાણુ શક્તિમાં વધારો કરી રહ્યું છે, તે નવા પ્રકારનાં પરમાણુ હથિયાર કેરિયર તૈયાર કરી રહ્યું છે.
FSA અનુસાર ભારત પરમાણુ શક્તિમાં વધારો કરી રહ્યું છે
પાકિસ્તાન સહિત ચીન પર વધુ ખતરો
ચાર નવા હથિયારોની ટેકનોલોજીમાં ફેરફાર
ફેડરેશન ઑફ અમેરિકન સાઈન્ટિસ્ટની 2022ની એક રિપોર્ટ અનુસાર ભારત પોતાના પરમાણુ હથિયાર અને તેને ઓપરેટ કરવામાં સતત સુધારાઓ કરી રહ્યું છે અને નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ વધારી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ભારતની પરમાણુ રણનીતિ પાકિસ્તાન પર ફોકસ કરીને બનાવવામાં આવી છે પરંતુ તેનું વજન હવે ચીન તરફ પણ વધતું દેખાઈ રહ્યું છે.
ચાર નવા હથિયારોની ટેકનોલોજીમાં ફેરફાર
FSAની આ રિપોર્ટ અનુસાર 'વર્તમાનમાં ઉપલબ્ધ ટેકનોલોજીને બદલવા માટે ઓછામાં ઓછા ચાર નવા હથિયારોની ટેકનોલોજી વિકસિત કરવામાં આવી રહી છે. તેમાં ન્યૂક્લીયર ક્ષમતાવાળા એરક્રાફ્ટ, લેન્ડ બેસ્ડ ડિલિવરી સિસ્ટમ અને સબમરીન લોન્ચડ મિસાઈલને શામેલ કરવામાં આવ્યું છે. ભારત ત્રિસ્તરીય ક્ષમતાઓને ન્યૂક્લિયર મિસાઈલોનાં ઉપયોગ માટે વધુ વિકસિત કરી રહ્યું છે.
8 અલગ-અલગ ન્યૂકલ્યીર કેપેબલ સિસ્ટમ
આ રિપોર્ટને હંસ એમ ક્રિસતેનસેન અને મેટ કોર્ડાએ સાથે મળીને તૈયારી કર્યું છે. રિપોર્ટ અનુસાર ભારત હાલમાં 8 અલગ-અલગ ન્યૂકલ્યીર કેપેબલ સિસ્ટમ ઓપરેટ કરી રહ્યું છે. 2 એરક્રાફ્ટ, 4 લેન્ડ બેઝ્ડ બેલિસ્ટિક મિસાઈલો અને 2 સી બેસ્ડ બેલેસ્ટિક મિસાઈલો. ઓછામાં ઓછાં 4 નવાં સિસ્ટમ ડેવલોપમેન્ટમાં છે. તેમાંથી કેટલાક ટૂંક સમયમાં તૈયાર થઈ જશે અને બેટલ ફિલ્ડ પર પણ જઈ શકશે. તો બેજિંગ પણ ભારતની મિસાઈલ સિસ્ટમની રેન્જમાં છે.'
700 કિલોગ્રામ હથિયાર-ગ્રેડ પ્લૂટોનિયમનું ઉત્પાદન
અનુમાન અનુસાર ભારતે લગભગ '700 કિલોગ્રામ હથિયાર-ગ્રેડ પ્લૂટોનિયમ'નું ઉત્પાદન કર્યું છે જે 138થી 213 પરમાણુ હથિયારો માટે પર્યાપ્ત છે. જો કે અત્યાર સુધી તમામ સામગ્રીને પરમાણુ હથિયારોમાં પરિવર્તિત નથી કરવામાં આવ્યું. રિપોર્ટ અનુસાર ભારતની પાસે લગભગ 160 પરમાણુ હથિયાર છે અને નવી મિસાઈલો ચલાવવા માટે વધુ હથિયારોની જરૂર રબેશે. પાકિસ્તાન માટે આ આંકડા 165 છે, ચીન પાસે 350, US પાસે 5,428 અને રશિયા પાસે 5,977 પરમાણુ હથિયાર છે.