બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / From today, you will get relief from the scorching heat,

આંશિક રાહત / હાશ…આજથી બે દી’ કાળઝાળ ગરમીમાંથી મળશે મુક્તિ, જાણો હવામાન વિભાગે શું કહ્યું

ParthB

Last Updated: 04:04 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં  ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 48 કલાક સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે.

  • આગામી 48 કલાક સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે 
  • 2 દિવસ સુધી હિટવેવની રાજ્યમાં આગાહી નહીં
  • ઉત્તર ગુજરાત અને કચ્છમાં 16 તારીખે હીટવેવની અસર વર્તાશે

આગામી 48 કલાક સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે 

રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. આ સાથે આગામી બે દિવસ બાદ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે. જો કે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં 16 તારીખે હીટવેવની અસર જોવા મળશે. આમ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીની તીવ્રતામાં સાધારણ ઘટાડો અનુભવાયો છે. 

2 દિવસ સુધી હિટવેવની રાજ્યમાં આગાહી નહીં

ગુજરાતમાં રાજસ્થાનના રણ પરથી બળબળતા ઉત્તરીય પવનોને બદલે બંગાળની ખાડીમાંથી મજબૂત નૈઋત્યના દરિયાઈ પવનો ગુજરાત માં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ફૂંકાવાનું શરૂ થવા સાથે 44 સે.તાપમાને બળબળતી લૂ વર્ષાનો અનુભવ કરનાર લોકોને અગનવર્ષામાં આંશિક રાહત અનુભવાઈ હતી.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં 16 તારીખે હીટવેવની અસર વર્તાશે

જો કે, બે દિવસ બાદ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 16 તારીખે હીટવેવની અસર જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Relief scorching heat weather Forecast કાળઝાળ ગરમી ગુજરાતી ન્યૂઝ રાહત હવામાન આગાહી Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ