બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / આજે ભારતીય સેના દિવસ: ધોનીથી લઇને સચિન સુધી, આર્મીના મોટા પદો પર તૈનાત છે આ સ્ટાર ખેલાડીઓ
Last Updated: 11:08 AM, 15 January 2025
આ અવસર પર ભારતના કેટલાક ખેલાડીઓ સુબેદાર અને કેટલાક લેફ્ટનન્ટ કર્નલના પદ પર છે. આ યાદીમાં સચિન તેંડુલકર, એમ એસ ધોનીથી લઈને નીરજ ચોપરાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને શૂટર અભિનવ બિન્દ્રાએ પોત-પોતાના રમતથી વિશ્વભરમાં ખ્યાતિ મેળવી. રમત જગતના આ બંને દિગ્ગજ લેફ્ટનન્ટ કર્નલના પદ પર છે. એમ એસ ધોનીને વર્ષ 2011માં ભારતીય પ્રાદેશિક સેનામાં 106 પેરા ટીએ બટાલિયનની પેરાશૂટ રેજિમેન્ટમાં માનદ રેન્ક આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: 'હું વધુ રમી શક્યો હોત પરંતુ...' નિવૃત્તિ બાદ આવું કેમ બોલ્યો અશ્વિન?
વર્ષ 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર અભિનવને વર્ષ 2011માં જ ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું હતું. ભારતને પ્રથમ વનડે વર્લ્ડ કપ જીતાવનાર ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી કપિલ દેવે પણ ભારતીય સેનામાં સેવા આપી છે. વર્ષ 2008માં આ અનુભવી ખેલાડી ભારતીય ટેરિટોરિયલમાં જોડાયો હતો. સેનાએ તેમને આઇકોન તરીકે સામેલ કર્યા હતા.
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર ટીમ ઈન્ડિયાના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેઓ ભારતીય વાયુ સેનામાં ગ્રુપ કેપ્ટન પણ છે. આ પદ વિંગ કમાન્ડરથી ઉપરની છે, ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરને 2010માં ક્રિકેટમાં તેમના યોગદાન માટે આ સન્માન આપવામાં આવ્યું હતું.
2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ફેમસ એથલીટ નીરજ ચોપરા પણ આ સેનામાં શામિલ છે. નીરજને આ સન્માન વર્ષ 2016માં આપવામાં આવ્યું હતું. તેઓ રાજપુતાના રાઈફલ્સ યુનિટમાં જુનિયર કમિશન્ડ ઓફિસર નાયબ સુબેદારનું પદ ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.