RTOમાં હવેથી નવા નિયમો લાગુ કરાયા છે જે અંતર્ગત હવે તમે કોઈપણ આરટીઓ કચેરીમાં વાહનની નોંધણી, લાઇસન્સ અને ઓનલાઇન નોંધણી પ્રમાણપત્ર (આરસીબુક) મેળવી શકો છો.
મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
RTO ના નવા નિયમો લાગુ કરાયા
રાજ્યના કોઈપણ આરટીઓમાં કરી શકશે પોતાનું કામ
ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે
ઉલ્લેખનીય છે કે આરટીઓમાં હવે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે આરટીઓની નિશ્ચિત મર્યાદા હવે પૂર્ણ થઈ ગઈ છે. વાહન માલિકોને લાંબી લાંબી લાઈનોમાં પોતાના કામ માટે કલાકો સુધી ઉભા રહેવું પડતું હતું. જે કારણોસર કસ્ટમરના સમયનો પણ ભોગ લેવાતો હતો. આથી વાહન માલિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને માર્ગ પરિવહન અધિકારીએ તંત્રને સરળ બનાવ્યું છે. તે માટે RTOમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યાં છે. જે જાણીને તમે પણ રાહત અનુભવશો.
શુ છે નવા નિયમો
હવેથી વાહન માલિક રાજ્યના કોઈપણ આરટીઓમાં જઈને પોતાનું કામ કરી શકશે. તમે કોઈપણ આરટીઓ કચેરીમાં વાહનની નોંધણી, લાઇસન્સ અને ઓનલાઇન નોંધણી પ્રમાણપત્ર (આરસી) મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકો છો. આ સાથે, માલિકનું સ્થાનાંતરણ, સરનામાં બદલાવ, ડ્રાઇવિંગ લાઇસન્સના નવીકરણ માટેની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ હશે.
કયા કરવાની રહેશે અરજી
મહત્વનું છે કે આ નિયમો લાગુ કરાયા બાદ વાહનના માલિકે નિર્ધારિત આરટીઓ પર નિર્ભર રહેવું પડશે નહીં. તેઓ બધી અરજીઓ ઓનલાઇન સબમિટ કરી શકે છે. વાહન માલિકો તેમની સુવિધા મુજબ કોઈપણ આરટીઓમાં પોતાનું કામ કરાવી શકશે. આ માટે https://parivahan.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ફી ચુકવણી માટેના શુ છે નિયમો?
RC બુકના સુધારા માટે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. જો ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે DLની સમયમર્યાદા સમાપ્ત થયા પછી અરજી કરો છો તો વાહન માલિકે તેના પર વધારાના 50 રૂપિયા ચૂકવવા પડશે.
ડ્રાઇવિંગ ટેસ્ટ ફરજીયાત?
નવા નિયમ પ્રમાણે જો સમયગાળો પૂરો થાય તે પહેલાં DL(ડ્રાઇવિંગ લાયસન્સ)ની અરજી કરો છો તો ફરીથી તેના માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. સમયમર્યાદા પુરી થયાના એક વર્ષ બાદ જો DL નવીકરણની અરજી આપવામાં આવે છે તો તે માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો ફરજીયાત છે.
કેવી રીતે મેળવાશે આ સુવિધાનો લાભ?
મહત્વનું છે કે ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે ત્યાં વધુ એક સુવિધા RTO તરફથી નવા નિયમ સ્વરૂપે આપવામાં આવી છે . આ તમામ સુવિધાઓ મેળવવા માટે, વાહનના માલિકે સૌ પ્રથમ તેમનો મોબાઇલ નંબર રજીસ્ટર્ડ કરાવવો જરૂરી છે. અને તે રજીસ્ટર્ડ કરેલા નંબર મારફતે નવા નિયમોની તમામ સુવિધાઓ ઓનલાઇન મેળવી શકાશે.