બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / From now on teachers are banned from using mobile phones in schools, Ahmedabad DEO announced circular

આદેશ / હવેથી સ્કૂલોમાં મોબાઇલ વાપરવા પર શિક્ષકોને પ્રતિબંધ, અમદાવાદ DEOએ પરિપત્ર કર્યો જાહેર

Malay

Last Updated: 11:51 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોના મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે.

  • અમદાવાદની સ્કૂલોના શિક્ષકોને લઈને મહત્વનો નિર્ણય
  • શિક્ષકોએ આચાર્ય પાસે જમા કરાવવા પડશે મોબાઈલ
  • સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ

અમદાવાદની સ્કૂલોના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોના મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષકોએ સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ મોબાઈલ આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ શિક્ષક મોબાઈલનો વપરાશ કરતા ઝડપાશે તો તેમને દંડ ફટકારવામાં આવશે.

No description available.

અમદાવાદના DEOનો પરિપત્ર
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શિક્ષકોએ સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ પોતપોતાના મોબાઈલ સ્કૂલના આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે. શિક્ષકો રિશેષ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. રિશેષ પૂરો થયા બાદ તેઓએ ફરી મોબાઈલ આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આચાર્યને મોબાઈલ રજિસ્ટર જાળવવા પણ સૂચના આપી દેવામાં આવી છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad DEO Ahmedabad news અમદાવાદ DEOનો પરિપત્ર અમદાવાદ ન્યૂઝ મોટો નિર્ણય શિક્ષકોના મોબાઈલ પર પ્રતિબંધ SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ