મુકેશ અંબાણી દેશના એક ફેમસ બિઝનેસ ટાઈકૂન છે અને તેમના પરિવારના બધા સદસ્યોનું ખૂબ જ નામ છે. હાલમાં જ તેમના દિકરા અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ.
નીતા અંબાણી
જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ મુંબઈના નરસી મોંઝી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. નીતા અંબાણી એક ટ્રેન્ડ ભારતનાટ્યમ ડાન્સ પણ છે.
ઈશા અંબાણી
ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કરનાર ઈશા અંબાણીએ યેલ યુનિવર્સિટી, અમેરિકામાંથી સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યાર બાદ કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે.
શ્લોકા મહેતા
મુકેશ અંબાણીના ઘરની મોટી વહું અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ પ્રિંસટન યુનિવર્સિટી, ન્યૂ જર્સીમાંથી એન્થ્રોપોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. શ્લોકાને સામાજીક કાર્ય કરવા ખૂબ જ પસંદ છે.
રાધિકા મર્ચન્ટ
રાધિકા મર્ચન્ટે હાલમાં જ મુકેશ અંબાણી-નીતા અંબાણીના સૌથી નાના દિકરા અનંત અંબાણી સાથે સગાઈ કરી છે. મુંબઈના ઈકોલો મોંડિયલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાની ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કરી છે અને ત્યાર બાદ 2017માં તેણે પોલિટિકલ સાયન્સમાં ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.