બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / મનોરંજન / બોલિવૂડ / From Hardik Pandya to Ananya-Aditya, these big stars attended Isha Ambani's twins' birthday
Megha
Last Updated: 05:24 PM, 19 November 2023
ADVERTISEMENT
ઈશા અંબાણી અને આનંદ પીરામલના ટ્વિન્સ બાળકોનો પ્રથમ જન્મદિવસ આજે છે અને 19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચને કારણે ગઈકાલે જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બી-ટાઉનની ઘણી મોટી હસ્તીઓ જોવા મળી હતી.
ADVERTISEMENT
ઈશા અંબાણી અને આનંદ પીરામલ ટ્વિન્સનો પ્રથમ જન્મદિવસ
ઈશા અંબાણી અને આનંદ પીરામલ ગયા વર્ષે 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા હતા. અંબાણી અને પીરામલ પરિવાર તેમના જોડિયા પૌત્ર અને પૌત્રીનો જન્મદિવસ 19 નવેમ્બરના બદલે 18 નવેમ્બરે ઉજવ્યો હતો.
એક દિવસ પહેલા જન્મદિવસની પાર્ટીના આયોજન અંગે કહેવામાં આવ્યું હતું કે આવતીકાલે ભારત વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમવા જઈ રહ્યું છે, જેને જોવા માટે આખી દુનિયા ઉમટી પડશે અને અંબાણી પરિવાર પણ ત્યાં હાજર રહેશે, તેથી એક દિવસ પહેલા 18મી નવેમ્બરે જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાર્ટીમાં કરણ જોહર, હાર્દિક પંડ્યા, કરિશ્મા કપૂર અને ઓરી સહિત ઘણી મોટી હસ્તીઓ આવી હતી.
કેટરીના કૈફ પણ પાર્ટીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
કેટરિના ઈશા અંબાણી અને આનંદ પીરામલ ટ્વિન્સ બાળકોની બર્થડે પાર્ટીમાં કેટરીના કૈફે પાર્ટી માટે ઓરેન્જ કલરનો ડ્રેસ પસંદ કર્યો હતો. હંમેશની જેમ આ ડ્રેસમાં પણ અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ ડ્રેસ સાથે હળવો મેકઅપ અને રિબન સેન્ડલ પહેર્યા હતા.
ઈશા અંબાણી ટ્વિન્સ બર્થડે પર રાશા ટંડન
રાશા સુંદરતામાં તેની માતા રવિના ટંડનને ટક્કર આપે છે અને સાથે જ આ દિવસોમાં તે સૌથી મોટી પાર્ટીઓમાં પણ જોવા મળે છે. આ દિવસોમાં રાશા થડાની તેના ડેબ્યુ માટે ચર્ચામાં છે. તેની પ્રથમ બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ 9 ફેબ્રુઆરી 2024ના રોજ રીલિઝ થશે, તે અભિષેક કપૂરની ફિલ્મ છે, જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
ઈશા અંબાણી ટ્વિન્સ બર્થડે પાર્ટીમાં નૂપુર સેનન
પાર્ટીમાં કૃતિ સેનનની નાની બહેન નુપુર સેનન લીલા અને વાદળી રંગના ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસ સાથે અભિનેત્રીએ એક નાનું પીળા રંગનું પર્સ કેરી કર્યું હતું જે એકદમ ક્લાસી દેખાતું હતું.અભિનેત્રીએ આ લુકને સફેદ રંગના સેન્ડલ પહેર્યા હતા.
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પાર્ટીમાં બ્લેક લુકમાં જોવા મળ્યા હતા.
અનન્યા પાંડે પણ પાર્ટીમાં પહોંચી હતી. હવે જો અનન્યા પાંડે પાર્ટીમાં પહોંચી છે તો આદિત્ય રોય કપૂર કેવી રીતે હાજરી નહીં આપે. આદિત્યએ આછા વાદળી રંગના શર્ટ સાથે સફેદ જીન્સ પહેર્યું હતું. સાથે જ આ પાર્ટીમાં શનાયા કપૂરે પણ હાજરી આપી હતી.
હાર્દિક પંડ્યાએ પણ ઈશા અંબાણીની બાળકોની પાર્ટીમાં પરિવાર સાથે હાજરી આપી હતી. સાથે જ બી ટાઉનની ફેમસ સેલિબ્રિટી ઓરીએ પણ પોતાના અનોખા ફોન કવર સાથે અંબાણી પરિવારના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.
કરણ જોહર, કિયારા અડવાણી, સલમાન ખાનની બહેન અર્પિતા ખાન, મીઝાન જાફરી, આલ્ફિયા જાફરી, હરના સંધુ, વીર પહરિયા અને કરિશ્મા કપૂરે પણ હાજરી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.