બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / વીડિયોઝ / Bollywood / બોલિવૂડ / ગૌરી-શાહરુખથી લઈને કેટરીના કેફ-વિકી કૌશલ સુધીના 5 બોલિવૂડ કપલ્સે લૂંટી મહેફિલ, જુઓ વીડિયો
Last Updated: 10:48 PM, 12 July 2024
Anant Ambani Radhika Merchant Wedding Live Updates : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાવાના છે. વરરાજા પોતાની કન્યાને લેવા લગ્નની સરઘસ સાથે આવી પહોંચ્યા છે. તે જ સમયે બોલિવૂડ, હોલીવુડ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ વર્ષના સૌથી મોટા લગ્નના સાક્ષી બન્યા છે. આ દરમિયાન બોલિવૂડના કપલ્સે લગ્નમાં ખૂબ જ જલવા બતાવ્યા હતા.
ADVERTISEMENT
12 જુલાઈ એ યાદગાર દિવસ હશે, જ્યારે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાશે. અનંત અંબાણી અને રાધિકા મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે. આ ભવ્ય લગ્નમાં હાજરી આપવા માટે દેશ-વિદેશના VVIP મહેમાનો આવી રહ્યા છે. આ દરમિયાન વરરાજા અનંત અંબાણી પોતાની દુલ્હનને લેવા પહોંચ્યા છે. આ સમય દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ પણ અનોખા અંદાજમાં જોવા મળી રહ્યા છે. ગૌરી-શાહરુખ ખાનથી લઈને પ્રિયંકા-નિક જોનાસ સુધી… આ લગ્નમાં બોલિવૂડના ઘણા ટોચના યુગલોએ હાજરી આપી હતી. લગ્નના અંદરના માહોલનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં બોલીવુડના સીતારાઓ પણ પહોચી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડના ટોપ કપલ્સે પણ ખાસ પ્રસંગે ભાગ લીધો હતો. આ સાથે જ અંબાણી પરિવારની ખુશીમાં ક્રિકેટરોની સાથે તેમના પરિવારજનો પણ સામેલ થયા છે. જો કે, બોલીવુડના એવા પાંચ કપલ્સની એક ઝલક જુઓ જેમણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું.
ADVERTISEMENT
શાહરૂખ ખાન ગૌરી સાથે પહોચ્યો
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી સાથે આ ભવ્ય ઉજવણીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તે ખૂબ જ રોયલ લુકમાં જોવા મળી રહ્યો છે. ગૌરી ખાને પણ હેવી એમ્બ્રોઇડરી વર્ક શરારા સૂટ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
ADVERTISEMENT
કેટરીના કૈફ પતિ વિકીનો હાથ પકડીને પહોંચી
ADVERTISEMENT
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ વિકી કૌશલ એકલો જોવા મળ્યો હતો. આ દરમિયાન જ્યારે પાપારાઝીએ તેને પૂછ્યું કે કેટરિના ક્યાં છે તો તેણે કહ્યું કે મુંબઈની બહાર. જો કે આ લગ્ન માટે તે પરત આવી હતી. હાલમાં જ તે તેના પતિ વિકીનો હાથ પકડીને પહોંચી હતી. જેવી અભિનેત્રી લાલ સાડીમાં પ્રવેશી કે તરત જ પાપારાઝીઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું. વિકી પણ શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
આલિયા અને રણબીર કપૂરે મહેફીલ જમાવી
ADVERTISEMENT
બોલીવુડના જે કપલના લગ્નની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર. વાસ્તવમાં બંને આકાશ અંબાણીના ખૂબ સારા મિત્રો છે. તે લગ્નના તમામ ફંક્શનમાં પણ હાજર રહ્યો હતો. હાલમાં જ અભિનેત્રીએ તેના પતિનો હાથ પકડીને આ લગ્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ સ્ટ્રેપલેસ બ્લાઉઝ અને ગુલાબી સાડીમાં સુંદર લાગી રહી છે. રણબીર કપૂર પણ ખૂબ જ અનોખા લુકમાં જોવા મળ્યો હતો.
કિયારા-સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નમાં પહોંચ્યા
આ ખાસ અવસર પર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાજર રહ્યા હતા. હેવી એમ્બ્રોયડરી પર્પલ લહેગો અને ગુલાબી બ્લાઉઝમાં અભિનેત્રી સુંદર લાગતી હતી. સિલ્વર હેન્ડવર્ક વ્હાઈટ શેરવાનીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સારો લાગી રહ્યો હતો. બંનેના વીડિયો પર ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
દેશી સ્ટાઈલમાં પહોંચી પ્રિયંકા, નિક જોનાસ પણ સારા લાગી રહ્યા હતા
પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનાસ સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પહોંચી છે. આ સમય દરમિયાન તેણે તેના દેસી લુકથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. પ્રિયંકા ચોપરાએ પીળા રંગના લહેંગામાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જેને તેણે ડીપનેક બ્લાઉઝ સાથે કૈરી કર્યું હતું. આ દરમિયાન નિક જોનસ પણ પિંક શીમરી શેરવાનીમાં જોવા મળ્યો હતો.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.