બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / From Arijit touching Dhoni feet to Kohli-Gambir fight, some unforgettable moments of IPL 2023
Megha
Last Updated: 12:14 PM, 30 May 2023
ADVERTISEMENT
IPL 2023ની ફાઈનલ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સનાં નામે થઈ છે. આ મેચમાં CSKએ GTને 5 વિકેટથી માત આપી હતી. CSKએ આ જીતની સાથે તેમની ટીમે 5મી વખત IPLનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. એવામાં ચાલો યાદ કરી IPLની આ સિઝનના અમુક યાદગાર પળો.
અરિજિત સિંહે ધોનીના પગને સ્પર્શ કર્યા
IPL 2023 લીગની ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહ પર્ફોમન્સ કરવા અવાયો હતો. એ સમયએ સીએસકેના કેપ્ટન એમએસ ધોની ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સના પ્રદર્શન બાદ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે બૉલીવુડના ટોપના સિંગર અરિજિત સિંહે ધોનીના પગને સ્પર્શ કર્યા હતા. હાલ આ ઘટનાની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં અરિજિત ધોનીના પગને સ્પર્શ કરતો જોઈ શકાય છે. વાંચો આખી સ્ટોરી.. MS ધોનીને જોતાં જ ઈમોશનલ થયો અરિજિત સિંહ, કરી લીધા ચરણ સ્પર્શ, અમદાવાદની તસવીરો થઈ વાયરલ
ADVERTISEMENT
મેદાન વચ્ચે કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ફરી એકવાર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થયો હતો. IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું. આ મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ બંનેને IPL આચાર સંહિતા તોડવા બદલ 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મેચ પછી બધા ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા એ બાદ જ આરસીબીના વિરાટ કોહલી, લખનૌના મેન્ટર ગૌતમ ગંભીર, લખનૌના ખેલાડી નવીન-ઉલ-હક એકબીજામાં લડતા જોવા મળ્યા હતા. જો કે આ અથડામણ પહેલા કોહલી અને ગંભીર બંને હાથ મિલાવતા જોવા મળ્યા હતા. વાંચો આખી સ્ટોરી.. એવું શું થયું કે મેદાન પર જ જામ્યો 'ગરમાગરમી'નો માહોલ, વિવાદમાં નવીન-ઉલ-હક કઇ રીતે ફસાયો
ગાવસ્કરે શર્ટ પર ધોનીનો ઓટોગ્રાફ લીધો
સુનીલ ગાવસ્કરે પોતાના શર્ટ પર ધોનીનો ઓટોગ્રાફ લીધો હતો એ વાતે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ એક એવો પ્રસંગ હતો જે હંમેશા યાદ રહેશે. જણાવી દઈએ કે જ્યારે ધોની તેના સાથી ખેલાડીઓ સાથે મેદાનનો રાઉન્ડ લઈ રહ્યો હતો ત્યારે ગાવસ્કર દોડીને માહી પાસે ગયો અને તેના શર્ટ પર તેનો ઓટોગ્રાફ લીધો હતો. વાંચો આખી સ્ટોરી.. VIDEO: મરવાનો હોઉં ત્યારે બસ...: ધોનીનો ઓટોગ્રાફ લઈ ભાવુક થયા ગાવસ્કર, વ્યક્ત કરી અંતિમ ઈચ્છા
વોર્નરે કરી જાડેજાની જેમ બેટથી તલવારબાજી
ડેવિડ વોર્નરે મેચ દરમિયાન સિંગલ રન કરી લીધો અને આ પછી વોર્નર બીજો રન પણ લેવા માંગતો હતો પરંતુ ત્યાં સુધીમાં બોલ જાડેજા પાસે પહોંચી ગયો હતો. જાડેજા બોલથી વિકેટને નિશાન બનાવી રહ્યો હતો ત્યારે વોર્નરે જાડેજા તલવારની જેમ બેટને ઘુમાવે છે એમ બેટ ઘુમાવ્યું હતું અને આ મામલો બંનેના હાસ્ય સાથે સમાપ્ત થઈ ગયો. વાંચો આખી સ્ટોરી.. વોર્નરે કોપી કરી જાડેજાની સેલિબ્રેશન સ્ટાઈલ, ચાલુ મેચે મેદાન પર કરવા લાગ્યો 'તલવારબાજી', જુઓ વિડીયો
અર્શદીપે સતત બે બોલમાં બે સ્ટમ્પ તોડી નાખ્યા
મુંબઈ ઈન્ડિયન્સ સામે પંજાબ કિંગ્સના બોલર છે અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. મેચમાં અર્શદીપે તિલક વર્માને એવો ક્લીન બોલ્ડ કર્યો કે મિડલ સ્ટમ્પ તોડી નાખી. આ સાથે જ ચોથા બોલ પર પણ તેણે સ્ટમ્પ તોડી નેહલ વાડેરાને ક્લીન બોલ્ડ કર્યો હતો. વાંચો આખી સ્ટોરી.. પંજાબની જીતના હીરો અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ BCCIને પડી મોંઘી, થયું લાખોનું રૂપિયાનું નુકસાન!
રિંકુ સિંહે સતત પાંચ સિક્સર ફટકારીને KKRને જીત અપાવી
રવિવારે (9 એપ્રિલ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં રિંકુ સિંહે કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને ત્રણ વિકેટથી જીત અપાવી હતી. વાંચો આખી સ્ટોરી.. 6,6,6,6,6... રિંકુના 'સિક્સર પંચ'થી ગુજરાત ટાઇટન્સનો પરાજય, KKRની જીત, જુઓ VIDEO
સર જાડેજાને ધોનીએ ખોળામાં ઊંચક્યો
CSKની જીત પાછળ શ્રેય રવીન્દ્ર જાડેજાને જાય છે. પોતાની ધમાકેદાર બેટિંગથી રવીન્દ્ર જાડેજાએ પોતાની ટીમને વિજયી બનાવી છે બાદ કેપ્ટન એમ.એસ. ધોની રાજીનાં રેડ થઈ ગયાં અને રવીન્દ્ર જાડેજાને હવામાં ઊંચકી લીધાં. જાડેજા અને ધોનીની વચ્ચેની આ મૂમેન્ટ ક્રિકેટ ઈતિહાસમાં અમર બની ગઈ. વાંચો આખી સ્ટોરી.. VIDEO: સર જાડેજાને ધોનીએ ખોળામાં ઊંચક્યો, ટ્રોફી લેતા સમયે જુઓ કયા ખેલાડીને કર્યો આગળ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT