બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:44 AM, 23 April 2022
ADVERTISEMENT
આવનાર થોડા દિવસોમાં ખાદ્યતેલ વધુ મોંઘુ થઈ શકે છે. દુનિયાના ટોપ પામ ઓઈલ પ્રોડ્યુસર ઈન્ડોનેશિયાએ ઘરેલું અછતને ઓછી કરવા માટે અને કિંમતોમાં લગામ લગાવવા માટે ખાદ્ય તેલ અને કેના કાચ્ચા માલની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડોનેશિયાના આ નિર્ણયથી આવનાર દિવસોમાં ફૂડ ઈન્ફ્લેશન વધી શકે છે.
ADVERTISEMENT
ભારત માટે ઈન્ડોનેશિયાનો આ નિર્ણય ચિંતાનો વિષય છે. પાછલા ત્રણ મહિનાથી મોંઘવારી સતત 6%ને પાર થઈ ગઈ છે. માર્ચમાં રિટેલ મોંઘવારી તો 17 મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી. માર્ચની રેકોર્ક મોંઘવારીમાં ફૂડ ઈન્ફ્લેશનનું મોટુ યોગદાન છે.
ફૂડ ઈન્ફ્લેશન સેગમેન્ટમાં ઓયલ ઈન્ફ્લેશનમાં માર્ચમાં 18.79 ટકાની તેજી નોંધવામાં આવી છે. જે ફેબ્રુઆરી મહિનામાં 16.4 ટકા હતી. રિઝર્વ બેન્ક માટે ફૂડ ઈન્ફ્લેશન ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ શુક્રવારે એડિબલ ઓઈલ અને કાચ્ચા માલની આયાત પર બેન લગાવવાની જાહેરાત કરી છે. તેનાથી એક દિવસ પહેલા રાજધાનીમાં હજારો લોકોએ ખાદ્ય વસ્તુઓની માંગના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
28 એપ્રિલથી ઓયલ એક્સપોર્ટ પર લાગશે બેન
ઈન્ડોનેશિયાએ 28 એપ્રિલથી અનિશ્ચિતકાળ માટે પામ ઓઈલ અને કાચો માલના એક્સપોર્ટ પર બેન કરવાનો નિર્ણય કર્યો છે. વિડોડોએ એક નિવેદનમાં કહ્યું, મેં આ નીતિના કાર્યાન્વયનની દેખરેખ અને મુલ્યાંકન ચાલું રાખીશ. જેથી દેશમાં ખાદ્ય તેલની ઉપલબ્ધતા પર્યાપ્ત માત્રામાં અને વ્યાજબી કિંમત પર રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.