બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / from 1st April Significant increase in re-passing fee of old vehicles

ફીમાં વધારો / 2006 પહેલાનું વાહન હોય તો સરકારની નવી પોલિસી જાણી લેજો, 1લી એપ્રિલથી આટલા રૂપિયાનો બોજ વધશે

ParthB

Last Updated: 10:32 AM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે નવી સ્ક્રેપ પોલિસી જાહેર કર્યા બાદ હવે 1 એપ્રિલથી દેશભરમાં વાહનોના રી-પાસિંગ ફીમાં વધારો થશે.

  • વાહનોના રી-પાસિંગમાં તોતિંગ ફી વધારો
  • 1 એપ્રિલથી રી-પાસિંગમાં મોટો ફી વધારો
  • નહીં કરાવો તો રોજના રૂપિયા 50નો દંડ

કેન્દ્ર સરકારે નવી સ્ક્રેપ પોલિસી જાહેર કર્યા બાદ હવે 1 એપ્રિલથી દેશભરમાં વાહનોના રી-પાસિંગ ફીમાં વધારો થશે. જેમાં બાઇક રી-પાસિંગ ફીમાં 233 ટકા, કારમાં 733 ટકા અને ટ્રકમાં 940 ટકાનો વધારો થશે.અત્યાર સુધી બાઇક રી-પાસિંગની ફી 300 રૂપિયા હતી.જેની ફી હવે 1000 રૂપિયા લેવાશે.જ્યારે કાર રી-પાસિંગની ફી અત્યાર સુધી રૂપિયા 600 લેવાતી હતી તે હવેથી રૂપિયા 5000 લેવાશે.

કોમર્શિયલ વાહનો માટે 2023થી અને ખાનગી માટે 2024થી સ્ક્રેપ પોલિસી લાગૂ થશે.

જ્યારે ટ્રકની રી-પાસિંગની ફી રૂપિયા 1200 લેવાતી હતી જે હવેથી 12 હજાર 500 લેવાશે.મહત્વનું છે કે, વર્ષ 2006 પહેલા નોંધાયેલા તમામ વાહનોએ એપ્રિલમાં રી-પાસિંગ કરાવવું પડશે. જેમાં ફિટનેસમાં પાસ થનારા વાહનોને વધુ 5 વર્ષનું રી-પાસિંગ મળશે. 

ફિટનેસમાં ફેઇલ થનારા વાહનોને સ્ક્રેપમાં મોકલી દેવાના રહેશે.

જે વાહનના પાસિંગના 15 વર્ષે પૂરા થતા હશે અને વાહનચાલક રી-પાસિંગ કરાવવામાં વિલંબ કરશે તો તેને પ્રતિદિન રૂપિયા 50નો દંડ ચૂકવવો પડશે તેવી પણ આ નિયમમાં જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે કોમર્શિયલ વાહનો માટે 2023થી અને ખાનગી માટે 2024થી સ્ક્રેપ પોલિસી લાગૂ થશે.

નવી સ્ક્રેપ પોલીસી મુજબ વાહન ખરીદ્યા બાદ બે વખત જ રિ-પાર્સિંગ કરાવી શકાશે 

જો કે 15 વર્ષ જૂના વાહનના રી-પાસિંગ ચાર્જમાં વધારો એપ્રિલ-2022થી જ લાગુ કરી દેવામાં આવનાર છે. ફિટનેસ ટેસ્ટ આરટીઓ કચેરીમાં થશે, વાહનની આરસી બુક, વીમા પોલિસી, પીયુસી, કોમર્શિયલ વાહનોએ પરમિટના પુરાવા લઇ જવાના રહેશે. નવી સ્ક્રેપ પોલીસી મુજબ વાહન ચાલક નવું વાહન ખરીદ્યા બાદ બે વખત જ રિ-પાર્સિંગ કરાવવાનો મોકો મળશે. ત્યારબાદ વાહનને સ્ક્રેપમાં મોકલી દેવાનું રહેશે.

જાણો, રી-પાસિંગ અને ફિટનેસ ફી કેટલી ચૂકવવી પડશે
વાહનનો પ્રકાર જૂનો ચાર્જ નવો ચાર્જ
બાઈકના રી-પાસિંગ રૂ. 300 રૂ. 1000
થ્રી વ્હીલર વાહનનું રી-પાસિંગ રૂ. 600 રૂ. 2500
કારનું રી-પાસિંગ રૂ. 600 રૂ. 5000
ટ્રકનું રી-પાસિંગ રૂ.1200 રૂ. 12,500
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ