ટ્રમ્પ જેવા દોસ્ત હોય તો દુશ્મનની શુ જરૂરઃ ઈયૂ ચીફ

By : kaushal 03:14 PM, 17 May 2018 | Updated : 03:17 PM, 17 May 2018
ઈરાન ડીલથી બહાર નીકળવા અને વ્યાપાર યુદ્ધને પ્રોત્સાહન આપ્યા બાદ હવે અમેરિકાના મિત્રો જ તેનાથી નાખૂશ દેખાઈ રહ્યા છે. યુરોપિયન પુનિયનના ચેરમેને બુધવારે એક બેઠક દરમ્યાન કહ્યુ કે જેમની પાસે ડોનાલ્ડ ટ્રંપ જેવો દોસ્ત હોય, તેમને દુશ્મનોની શુ જરૂર.

28 દેશોના નેતા બુધવારે બુલ્ગારિયાની રાજધાનીમાં રાત્રિભોજન કરવા માટે મળ્યા હતા, કેમકે તેના પર ચર્ચા કરી શકાય કે બચેલા ઈરાન કરારને કેવી રીતે સુરક્ષીત રાખી શકાય અને યુરોપિયન દેશોના ઈરાન સાથે વ્યાપારને ટ્ર્ંપના પ્રતિબંધ બાદ કેવી રીતે આગળ વધારી શકાય જેનાથી ટ્રેડવોરથી બચી શકાય.

યુરોપીયન યુનિયનના ચેરમેન ડોનાલ્ડ ટસ્કે કહ્યુ કે ટ્રંપના નિર્ણયને પહોંચી વળવા માટે પહેલા કરતા પણ વધારે એકતા બતાવવી પડશે. ટસ્કે પ્રેસ મિટિંગમાં કહ્યુ કે, 'રાષ્ટ્રપતિ ટ્રંપના હમણાના નિર્ણયને જોતા કોઈ એવુ પણ વિચારી શકે છે ટ્રંપ જેવો દોસ્ત હોય તો દુશ્મનની શુ જરૂર.'

તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે 'સ્પષ્ટ રીતે કહુ તો, યૂરોપને રાષ્ટ્રપતિ ટ્રંપના આભારી હોવુ જોઈએ. કેમકે આપણને દરેક પ્રકારના ભ્રમોમાંથી છુટકારો મળ્યો.'

'અમેરિકા ફર્સ્ટ' ની નીતિથી યુરોપિયન નેતાઓની મુશ્કેલી સતત વધતી જાય છે.પછી તે પેરિસ જળવાયુ કરારથી અમેરિકાનું બહાર નિકળવુ હોય કે 2015માં થયેલો ઈરાન પરમાણુ કરારથી અમેરિકાનું અલગ થવું. ટ્રંપના નિર્ણયથી યૂરોપની પોતાની વિદેશ નીતિ માટે જોખમ પેદા કર્યો છે.

ટસ્કે કહ્યુ કે, 'યૂરોપને પોતાની સુરક્ષા માટે શક્તિ અનુસાર બધુજ કરવું જોઈએ. આપણે એ સ્થિતિ માટે પણ તૈયાર રહેવુ પડશે જ્યારે પોતાના દમ પર બધુજ  કરવાની નોબત આવશે.'

આ સપ્તાહે અમેરિકી દૂતાવાસને ઈઝરાઈલથી યરૂશલમ શિફ્ટ કરવાથી પણ ઘણા યુરોપિયન દેશો નાખુશ હતા, ઉલ્લેખનીય છે કે ઈયુ તેનો ખુલીને વિરોધ એ માટે ન કરી શક્યુ કેમકે ઈઝરાયલ સમર્થક દેશ ચેક ગણરાજ્ય અને હંગરી એ અમેરિકાના નિર્ણયના સમર્થનમાં છે. Recent Story

Popular Story