બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 03:19 PM, 10 December 2023
ADVERTISEMENT
સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પોલીસને હરિયાણાના હિસાર રેલવે સ્ટેશન પરથી એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે જેમાં બંને શૂટર નીતિન ફૌજી અને મકરાણાના રહેવાસી રોહિત રાઠોડ દેખાય છે. એક શૂટરે શાલ પહેરી છે, જ્યારે બીજાએ કાળો ટ્રેક સૂટ પહેર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શૂટર્સ રેવાડીથી હિસાર ગયા હતા, જ્યાં તેઓ ઉધમ સિંહ તરીકે ઓળખાતા અન્ય સાથીને મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે ઉધમ સિંહને તેમને હિમાચલના કુલ્લુ લઈ જવા અને તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ પછી બંને શૂટર ઉધમની કારમાં કુલ્લુ જવા રવાના થયા હતા. જોકે બાદમાં તે ચંદીગઢ પાછા આવ્યાં હતા. હત્યા કર્યા પછી, શૂટરોએ તેમના હથિયારો છુપાવી દીધા હતા જેથી તેઓ ભાગતી વખતે ટ્રેન અથવા બસમાં ચેકિંગ દરમિયાન પકડાઈ ન જાય. સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ સમયે તે દારૂની દુકાન પર હતો. આ પહેલા રવિવારે બંને હુમલાખોરોને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં ચંદીગઢથી બે આરોપીઓ સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ પહેલા 9 ડિસેમ્બરે જયપુર પોલીસે ગોગામેડી હત્યા કેસમાં હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી રામવીર સિંહની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
પકડાઈ ન જવાય એટલે બસ અને ટ્રેનમાં મુસાફરી
હત્યા કર્યાં બાદ બન્ને હત્યારા પકડાઈ ન જવાય તેથી બસ કે ગાડીમાં મુસાફરી કરી રહ્યાં હતા અને છેક ચંદીગઢ જઈને છુપાયા હતા. ગોગામેડીના બન્ને હત્યારા એક અઠવાડિયા સુધી છુપાઈ રહ્યાં હતા અને આખરે ચંદીગઢથી તેઓ ઝડપાયા છે.
One social media account - Rohit Godara Kapurisar, who is an associate of Goldy-Lawrence group, has taken the responsibility of murder of Rajput Karni Sena chief Sukhdev Singh Gogamedi in Jaipur. pic.twitter.com/KROaegjLW7
— Alok Arjun Singh (@AlokReporter) December 5, 2023
ચંદીગઢથી ઝડપાયા બન્ને હત્યારા
5 ડિસેમ્બરે જયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરનાર મુખ્ય બે હત્યારા ઝડપાયા છે. દિલ્હી અને ચંદીગઢ પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ફોજીને ચંદીગઢથી ઝડપી પાડ્યાં છે અને તેમને રાજસ્થાન લાવવામાં આવી રહ્યાં છે. બન્ને હત્યારાએ નવીન શેખાવતને લઈને ઘણા ખુલાસા કર્યાં છે. ઉલ્લેખનીય છે કે નવીન શેખાવત પણ સુખદેવના ઘરમાં હતો રોહિત-નીતિને તેને પણ ગોળીઓથી ઉડાવી દીધો હતો અને તે જ હત્યારાને લઈને આવ્યો હોવાનું કહેવાતું હતું પરંતુ હવે હત્યારાની પોલીસ પૂછપરછમાં નવી વાત સામે આવી છે. બન્ને હત્યારાએ એવું કહ્યું કે નવીન શેખાવત પણ હત્યાના કાવતરામાં સામેલ હતો અને તેણે 1 અઠવાડિયા પહેલા ગોગામેડીના ઘરની રેકી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મહત્વપૂર્ણ ચૂકાદો / સહમતિથી બનેલા લાંબા ગાળાના સંબંધોને બળાત્કાર ન ગણી શકાય, હાઈકોર્ટનો મોટો નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.