બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / VIDEO : 'ચાલે એવો' ઓલિમ્પિકમાં એવું બન્યું કે પોર્ન સાઈટે ખેલાડીને કરી 2 કરોડની ઓફર

પેરિસ ઓલિમ્પિકનો વીડિયો / VIDEO : 'ચાલે એવો' ઓલિમ્પિકમાં એવું બન્યું કે પોર્ન સાઈટે ખેલાડીને કરી 2 કરોડની ઓફર

Last Updated: 06:26 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેરિસ ઓલિમ્પિકમાં એક અજીબોગરીબ ઘટના બની છે. પ્રાઈવેટ પાર્ટને કારણે એક રમતવીરને મેડલ ગુમાવવો પડ્યો.

'આપદામાં અવસર' કહેવત ફ્રાન્સના એક ખેલાડી માટે સાચી પડી છે. આ ખેલાડીને તેના પ્રાઈવેટ પાર્ટને કારણે મેડલથી વંચિત થવું પડ્યું પરંતુ આ ઘટના બાદ તેને 2 કરોડની ઓફર થઈ છે. હકીકતમાં શનિવારે પેરિસ ઓલિમ્પિકમાં ફ્રાન્સના ખેલાડી એન્થની અમ્મીરાતની થાંભલા કૂદની રમત હતી, ઉછળીને થાંભલાની આરપાર નીકળી જવામાં તેનો પ્રાઈવેટ પાર્ટ લિમિટને સ્પર્શી જતાં તેણે મેડલ ગુમાવ્યો હતો પરંતુ નિરાશ કરી નાખનાર આ ઘટના બાદ તરત એન્થનીનું નસીબ ફરી ગયું.

2 કરોડ લઈ લો અમારે ત્યાં કામ કરો

પ્રાઈવેટ પાર્ટ સ્પર્શવાળી ઘટના બાદ ખેલાડીનું નસીબ ચમક્યું છે. પોર્ન સાઈટ CamSodaએ તેને 2 કરોડની ઓફર આપીને પોતાને ત્યાં કામ કરવાનું આમંત્રણ આપ્યું છે. કંપનીના વાઈસ પ્રેસિડન્ટ ડાર્યન પાર્કરે કહ્યું કે મારુ ચાલું તો, હું એન્થનીને એવોર્ડ આપીશ કારણ કે બેલ્ટની નીચે શું બન્યું તે બધાએ જોયું છે. હું તેને 60 મિનિટના વેબકેમ શો માટે $250,000ની રકમ આપીશ.

વધુ વાંચો : VIDEO : થાંભલા કૂદમાં પ્રાઈવેટ પાર્ટ બારને અડી જતાં મેડલ ચૂક્યો ખેલાડી, વીડિયો વાયરલ

થાંભલો કૂદવામાં પ્રાઈવેટ પાર્ટ લિમિટ બહાર ગયો

ફ્રેન્ચ પોલ વૉલ્ટર એન્થોની અમિરાતીએ શનિવારે (3 ઑગસ્ટ) થાંભલા કૂદ રમતના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લીધો હતો. થાંભલા કૂદતા વોલ્ટરનો પ્રાઈવેટ પાર્ટ બાર સાથે અથડાયો હતો જેને કારણે તેને અયોગ્ય જાહેર કરી દેવાયો અને આ રીતે તે મેડલ ચૂકી ગયો હતો. એન્થોનીએ ઇવેન્ટ દરમિયાન 3 પ્રયાસો કર્યા હતા. બીજા પ્રયાસમાં તેનો પ્રાઈવેટ પાર્ટ બાર સાથે અથડાયો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pole vaulter Anthony ammirati French Anthony ammirati paris olympics 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ