બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 03:48 PM, 8 November 2021
ADVERTISEMENT
ફ્રાન્સના પબ્લિકેશન મીડિયાપાર્ટનો દાવો છે કે ફ્રાન્સની કંપની દસો એવિએશને 36 રાફેલની ડીલ માટે એક વચેટીયા મારફતે 7.5 મિલિયન યુરોનું કમિશન આપ્યું હતું. મીડિયાપાર્ટનું કહેવું છે કે તેના દસ્તાવેજ હોવા છતાં પણ ભારતીય એજન્સીએ તેની તપાસ શરુ કરી નહોતી.
નકલી બીલ બનાવાયા હતા-ફ્રાન્સના મીડિયાપાર્ટનો ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
મીડિયાપાર્ટે ખુલાસો કરીને દાવો કર્યો કે તેને માટે નકલી બીલ બનાવાયા હતા. ઓક્ટોબર 2018 થી સીબીઆઈ અને ઈડીને આ અંગેની જાણકારી હતી કે દસો એવિએશને સુશેન ગુપ્તા નામના વચેટિયાને 7.5 મિલિયન યુરો (65 કરોડ) નું કમિશન આપ્યું હતું. ભારત સાથેના 36 રાફેલ ડીલ નિર્વિધ્ને પાર પડે તે માટે કંપનીએ આ કમિશન ચુકવ્યું હતું .
સુશેન ગુપ્તાએ દસો એવિએશન માટે મધ્યસ્થી તરીકે કામ કર્યું હોવાનો પણ દાવો કરાયો છે. સુશેન ગુપ્તાની મોરિશસ સ્થિત કંપની ઈન્ટરસ્ટેલર ટેકનોલોજીને 2007 થી 2012 ની વચ્ચે દસો તરફથી 7.5 મિલિયન યુરો મળ્યાં હતા. મોરિશસ સરકારે 11 ઓક્ટોબર 2018 ના આ સંબંધિત દસ્તાવેજો સીબીઆઈને સોંપ્યા હતા જે પછી સીબીઆઈએ આ દસ્તાવેજો ઈડી સાથે શેર કર્યાં હતા.
સુશેન ગુપ્તા 2001માં દસો સાથે સંકળાયેલો હતો
મીડિયાપાર્ટે દાવો કર્યો હતો કે 4 ઓક્ટોબર, 2018ના રોજ જ સીબીઆઈને રાફેલ સોદામાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી અને એક અઠવાડિયા બાદ સિક્રેટ કમિશનના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા, તેમ છતાં સીબીઆઈએ આ કેસમાં રસ દાખવ્યો નહોતો. દસોએ 2001માં સુશેન ગુપ્તાને વચેટિયા તરીકે રાખ્યા હતા, જ્યારે ભારત સરકારે ફાઇટર જેટ ખરીદવાની જાહેરાત કરી હતી. જોકે તેની પ્રક્રિયા 2007માં શરૂ થઈ હતી. સુશેન ગુપ્તા અગસ્તા વેસ્ટલેન્ડ સોદા સાથે પણ સંકળાયેલા હતા.
આ કેસમાં ભારતીય આઇટી કંપની આઈડીએસનો પણ સમાવેશ થાય છે, એવું પણ બહાર આવ્યું છે. કંપનીએ 1 જૂન, 2001ના રોજ ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીઝ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દસો એવિએશન અને આઇડીએસ વચ્ચેના કરારના મૂલ્યના 40 ટકા ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીઝને ચૂકવવામાં આવશે. આઈડીએસના એક અધિકારીએ સીબીઆઈને જણાવ્યું હતું કે આ સમજૂતી ગુપ્તાના વકીલ ગૌતમ ખેતાન દ્વારા કરવામાં આવી હતી, જેની અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.