બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પત્નીને ખૂબ પ્રેમ કરતાં પતિએ 72 લોકોને બોલાવીને ગેંગરેપ કરાવ્યો, વીડિયો ઉતાર્યો, હેરાનીભર્યું
Last Updated: 06:16 PM, 17 September 2024
કોઈ પતિ એવો પણ હેવાન બની શકે કે પોતાની પત્ની પર રેપ કરવા સેંકડો લોકોને બોલાવી શકે? આ પતિને એવું તે શું થયું કે તેણે સેંકડો લોકોને પોતાના ઘેર બોલાવ્યાં રુમમાં તેમને કહ્યું કે તેઓ તેની પત્ની પર રેપ કરે.
ADVERTISEMENT
ફ્રાન્સના ડોમિનિક પેલિકોટનું કૃત્ય
ઘટના ફ્રાન્સના એક શહેરની છે. 71 વર્ષીય ડોમિનિક પેલિકોટ નામના શખ્સે આવું કારનામું કરી દેખાડ્યું છે. તેણે 72થી વધુ લોકોને પોતાના ઘેર બોલાવ્યાં અને વારાફરતી પત્ની પર રેપ કરવાનું કહ્યું કે જોકે તેણે આ ભયાનક કૃત્ય એક દિવસમાં નહોતું કરાવ્યું પરંતુ વર્ષો સુધી આવું કરાવ્યું હતું. આ માટે હેવાન પતિ પત્નીને બેભાન કરી નાખતો અને પછી લોકોને કહેતો કે તેના પર તૂટી પડો.
ADVERTISEMENT
'પત્ની પર ગેંગરેપ કરાવ્યો', આરોપો કોર્ટમાં સ્વીકાર્યાં
કોર્ટમાં આ કેસ શરુ થાય બાદ તેણે તેની પ્રથમ જુબાનીમાં તેની સામેના તમામ આરોપો સ્વીકાર્યા હતા. તે તેની પત્નીને નશીલા દ્રવ્યો આપીને સુવડાવતો હતો. આ પછી તે લોકોને બોલાવીને તેની સાથે બળાત્કાર ગુજારતો હતો. 10 વર્ષમાં તેણે તેની પત્ની પર 72 લોકોએ બળાત્કાર ગુજાર્યો.
હું પણ બીજા જેવો જ રેપિસ્ટ છું- આરોપીનો એકકાર
પેલિકોટે કોર્ટને એવું કહ્યું કે "હું પણ આ રૂમમાં અન્ય લોકોની જેમ બળાત્કારી છું. તેઓ બધા જાણતા હતા. પરંતુ ચોંકાવનારી મોટી વાત તો એ છે કે ગેંગરેપ કરાવનાર આરોપી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. પેલીકોટે કહ્યું, "મેં ક્યારેય મારી પત્નીને નફરત કરી નથી. હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને આજે પણ કરું છું. મેં તેને 40 વર્ષ સુધી અને 10 વર્ષ સુધી ખૂબ જ ખરાબ રીતે પ્રેમ કર્યો."
પત્ની શું બોલી
પત્નીએ કહ્યું કે મારે માટે આ સાંભળવું મુશ્કેલ છે. 50 વર્ષ સુધી હું એક એવા શખ્સ સાથે રહી કે જેને અંગે મેં વિચાર્યું પણ નહોતું કે આવું કરી શકે છે. મેં તેની પર પુરો ભરોસો કર્યો.
વધુ વાંચો : મોલના VIP ટોઈલેટ બહાર છોકરી તહેનાત કરાઈ, કરી એવી ડિમાન્ડ કે લોકોએ જવાનું માંડી વાળ્યું
પત્ની પર ગેંગરેપ કરાવવાનું શું કારણ
પેલિકોટે કોર્ટમાં તેના બાળપણની દર્દનાક કહાની સંભળાવી છે. તેણે કહ્યું કે જ્યારે તે નવ વર્ષનો હતો ત્યારે એક પુરુષ નર્સે તેનું યૌન શૌષણ કર્યું હતું. તે બાદ જ્યારે તેના લગ્ન થયાં ત્યારે પણ ખબર પડી કે તેની પત્નીનું કોઈ સાથે અફેર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.