બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO : દિલસ્પર્શી ! મહિલા ખેલાડીએ રમત પૂરી કરીને તરત સ્ટેડિયમમાં કરી સગાઈ, જુઓ વીડિયો
Last Updated: 09:01 PM, 8 August 2024
પેરિસમાં ઓલિમ્પિક રમતોમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ રમતની સાથે બીજા કારણોને લીધે પણ ચર્ચામાં આવે છે. એક મહિલા ખેલાડી પણ ચર્ચામાં આવી છે જેણે ઓલિમ્પિકમાં જ ઘરસંસાર વસાવી લીધો હતો અને સ્ટેડિયમમાં બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી હતી. ફ્રાન્સ મહિલા ખેલાડી એલિસ ફિનોટ ઓલિમ્પિક 3000 મીટર સ્ટીપલચેઝ (દોડની રમત) પૂરી કર્યા તરત પોતાનો બોયફ્રેન્ડ સાથે સ્ટેડિયમમાં જ સગાઈ કરી લીધી હતી. રેસ પૂરી કર્યાં બાદ એલિસ સ્ટેન્ડની નજીક આવી અને ત્યાં ઊભેલા તેના બોયફ્રેન્ડને હાથમા વીંટી પહેરાવી દીધી હતી. આ જોઈને ત્યાં ઊભેલી ભીડ પણ તાળીઓના ગડગડાટથી આ પ્રસ્તાવને યાદગાર બનાવી દે છે. ઉલ્લેખનીય છે કે એલિસ સ્ટીપલચેઝમાં ચોથા સ્થાને આવી છે જે એક યુરોપિયન રેકોર્ડ છે.
ADVERTISEMENT
French athlete came in fourth in the 3000m steeplechase, a European record, and asked for her boyfriend's hand ...pic.twitter.com/ofs9DocirE
— Figen (@TheFigen_) August 7, 2024
વીંટી પહેરાવીને પ્રેમીને ગળે લગાડ્યો
ADVERTISEMENT
રેસ પૂરી કર્યા પછી, ફિનોટ સ્ટેન્ડમાં બેઠેલા તેના બોયફ્રેન્ડ તરફ ચાલે છે અને રિંગ કાઢીને એક ઘૂંટણિયે પડી જાય છે. ત્યાં બેઠેલા લોકોને આ સ્ટાઈલમાં પ્રપોઝ કરવાનો તેનો આઈડિયા ગમે છે અને તેઓ તાળીઓ પાડીને આ ક્ષણમાં પોતાની હાજરી દર્શાવે છે. આ પછી, મહિલા એથ્લેટ તેના પ્રેમીને ચુસ્તપણે ગળે લગાવે છે અને બંને એક રોમેન્ટિક ક્ષણ શેર કરે છે. આ વીડિયો દરેકના દિલને સ્પર્શી જાય છે.
સ્પેન સામે હોકી ટીમનો 2-1થી વિજય
ભારતીય હોકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ટીમની જીત સાથે પીઆર શ્રીજેશે હોકીમાંથી સંન્યાસ લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.