બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:04 PM, 27 February 2023
ADVERTISEMENT
ઉનાળીની ઋતુ આવતા જ લોકોને વિજળી જવાનો ડર લાગવા લાગે છે કારણ કે આ સિઝનમાં લોડ વધારે વધી જાય છે જેના કારણે વારંવાર પાવર કટ થતું રહે છે. ઘરોમાં ઉપયોગ થતા ઈનવર્ટરથી અમુક કલાક તો વીજળી જવાની ખબર નથી પડતી પરંતુ જ્યારે ઘણા કલાક સુધી વીજળી નથી આવતી તો ઈનવર્ટર પણ કામ કરવાનું બંધ કરી દે છે.
ADVERTISEMENT
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને એક એવી ટેક્નીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે આખા ઘરમાં વીજળી ફ્રી કરી શકો છો. સાથે જ પડોશીને પણ વીજળી સપ્લાય કરીને સારી કમાણી કરી શકો છો.
કઈ રીતે મળશે મફત વીજળી?
જો તમને લાગે છે કે એવી કઈ ટેક્નીક છે જેનાથી વીજળી બનાવીને તેને સપ્લાય પણ કરી શકાય છે તો જણાવી દઈએ કે સોલર પેનલથી વીજળી બનાવવા વિશે અમે વાત કરી રહ્યા છીએ.
પરંતુ સંપૂર્ણ પ્રક્રિયામાં જે સોલર પેનલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તે આકારમાં ખૂબ જ મોટી હોય છે અને હાઈ ક્વોલિટી મટીરિયલ્સથી તૈયાર થાય છે જેના કારણે તેનાથી વધારે પ્રમાણમાં વીજળી બનાવી શકાય છે અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય છે.
જો તમને લાગે છે કે તેને લગાવવું ખૂબ જ સસ્તુ છે તો એવું નથી કારણ કે જો તમે મોટી સાઈઝનું સોલર પેનલ ખરીદો છો તો તેની કિંમત લાખોમાં થાય છે અને ધણી વખત તેને ખરીદનાર ગ્રાહકોને 5 લાખથી 10 લાખ સુધી પૈસા ચુકવવા પડી શકે છે પરંતુ તેની સાથે એક ખૂબ જ સારી વસ્તુ અહીં એ છે કે એક વખત તેને લગાવ્યા બાદ તમે લાંબા સમય સુધી તેની મદદથી વીજળી બનાવી શકો છો અને તેને તમારા કામમાં લઈ શકો છો.
કઈ રીતે કરી શકાય છે વીજળીનો ઉપયોગ?
એક વખત સોલર પેનલમાંથી જ્યારે વીજળી જનરેટ થવા લાગે છે તો તમારે બેટરીની મદદથી આ વીજળીને સ્ટાર્ટ કરવી પડે છે અને જ્યારે બેટરી સંપૂર્ણ રીતે ચાર્જ થઈ જાય છે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.
તમે મોટા પાયે જો વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છો તો આસપાસના લોકોને પાવર સપ્લાય કરી શકો છો અથવા તો તેમના ઘરમાં ઉપયોગમાં લેવાતી બેટરીને ચાર્જ પણ કરી શકો છો અને તેનાથી ઈનકમ જનરેટ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / શેરબજારમાં તેજીની હેટ્રિક, સેન્સેક્સમાં 1509 પોઈન્ટનો હાઈ જમ્પ, આ સ્ટોક ચમક્યા
Dinesh Chaudhary
બિઝનેસ / સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો, 1 લાખની નજીક પહોંચ્યો ભાવ, જાણો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.