લોકડાઉન / સુરતમાં આજથી તમામ શ્રમિક ટ્રેનમાં વિનામૂલ્યે મુસાફરી, ઉત્તર ભારત તરફ જવા લોકોની લાગી લાઈન

સુરતમાં આજથી તમામ ટ્રેનમાં મુસાફરી ફ્રીમાં કરવા દેવામાં આવશે. સુરતથી ઉત્તર ભારત તરફ જવા લોકોની લાંબી લાઈનો લાગી છે. વેઇટિંગ લિસ્ટ લાંબુ હોવાથી પ્રાથમિકતાના ધોરણે મુસાફરી કરવા દેવામાં આવશે. આજે સુરતથી 30 ટ્રેન રવાના થશે. ઉત્તરપ્રદેશ તરફ 14 ટ્રેન શ્રમિકોને લઈને જશે. બિહારની 8, ઝરખંડની 2, ઓરિસ્સાની 6 ટ્રેન રવાના થશે. 31 મે સુધીમા વધુને વધુ ટ્રેન દોડાવવાનું આયોજન છે. સુરતથી અત્યાર સુધીમાં 404 ટ્રેન દોડાવાઈ છે. UPમાં 206, બિહાર 90 અને ઓરિસ્સાની 52થી વધુ ટ્રેન દોડાવાઈ છે .કુલ 4 લાખ કરતા વધુ શ્રમિકો માદરે વતન રવાના થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ