બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / લાઈફસ્ટાઈલ / Free Fire Maxમાં નવું OB45 Update, હવે આ ગન્સના ઉપયોગ થી આવશે Booyah
Last Updated: 08:55 AM, 4 August 2024
Free Fire Max આજે ભારતમાં નહીં પણ વિશ્વમાં સૌથી વધારે રામવાવાળી બેટલ રોયલ ગેમ બની ચૂકી છે. એમાં પણ ભારતમાં PUBG બેન્ડ થયા પછી ગેમર્સનો એક અલગ ઉત્સાહ Free Fire Max માટે બની ગયો છે. Free Fire Max એક એવી ગેમ છે કે જે સસ્તા ફોનમાં પણ સારા ગ્રાફિક સાથે રમી શકાય છે, જેના કારણે આજે આ ગેમના લાખોમાં યુઝર્સ છે.
ADVERTISEMENT
મિડ રેન્જ માટે બેસ્ટ ગન્સ
ADVERTISEMENT
Free Fire Max એક બેટલ રોયલ ગેમ છે જેના કારણે થોડા-થોડા સમયે અપડેટ આપે છે. અને દરેક અપડેટ પછી આ ગેમમાં આઇટમ્સના વિઝ્યુઅલ્સ અને ઉપયોગની રીતો બદલાતી રહે છે. ગેમિંગ કંપની ગેરેના દ્વારા Free Fire Maxમાં હાલમાં જ એક નવું OB45 અપડેટ આપવામાં આવ્યું છે. તો અમે તમને આ અપડેટમાં મિડ રેન્જમાં કઈ ગન્સનો ઉપયોગ કરીને Booyah મેળવી શકો છો.
1.XM8
આપણી લિસ્ટમાં પહેલું નામ XM8નું આવે છે. આ મિડ રેન્જ ફાઇટ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. XM8નો ઉપયોગ ઘણા ગેમર્સ કરી રહ્યા છે. આ ગનમાં પહેલેથી જ 2x સ્કોપ લાગેલો હોય છે, જેના કારણે તમે દુશ્મનોને સરળતાથી મારી શકો છો. આ ગનની સ્ટેબિલિટી અને મુવમેન્ટ સ્પીડ સારી હોવાથી વધારે કિલ કરી શકો છો. જોકે ડેમેજ રેટ થોડો ઓછો છે છતાં પણ XM8 મિડ રેન્જ માટે એક સારો વિકલ્પ છે.
2.M79
આ લિસ્ટમાં બીજું નામ M79નું આવે છે. આ એક ગ્રેનેડ લોન્ચર છે, જેથી મિડ રેન્જમાં આ ગન એક સારો વિકલ્પ બને છે. આ ગનની એક્યુરેસી અને ડેમેજ રેટ સારો છે, તેની સાથે થોડી રીલોડિંગ સ્પીડ ઓછી છે. છતાં તમે M79ના ઉપયોગથી એક સાથે આખી સ્કોડને મારી શકાય છે.
આ પણ વાંચો: શાહરુખ ખાન-અજય દેવગન સાથે કરી ફિલ્મ, MMS વીડિયો લીક થવાથી કરિયર બરબાદ
આપણી લિસ્ટમાં MP40 ત્રીજું નામ ધરાવે છે. આ ગનનો ગેમર્સ મિડ રેન્જ માટે સૌથી વધારે ઉપયોગ કરે છે. MP40નું ફાયર રેટ અને એક્યુરેસી જબરદસ્ત છે. આ કારેને MP40ને ગેમર્સ ક્લોઝ રેન્જ અને મિડ રેન્જ મારે સૌથી વધારે ઉપયોગ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.