બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / પ્રવાસ / Free accommodation in Goa Just have to do this work best if you have a plan with friends

તમારા કામનું / શું વાત છે! ગોવામાં મફત રહેવાની સુવિધા: બસ કરવું પડશે આ કામ, ફ્રેન્ડ્સ સાથે પ્લાન હોય તો સૌથી બેસ્ટ

Arohi

Last Updated: 12:51 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ગોવા ફરવા જવા માંગો છો પરંતુ બજેટ ટાઈટ છે તો ગોવામાં એક એવી જગ્યા છે જ્યાં રહેવા માટે તમારે કોઈ ભાડુ નહીં આપવું પડે. અહીં તમે ફ્રીમાં ઘણી એક્ટિવિટીઝ પણ એન્જોય કરી શકો છો.

  • ગોવામાં મફત ફરવા જવાનો મોકો
  • પહેલા જરૂર જાણીલો આ નિયમ 
  • ફ્રેન્ડ્સ સાથે ફરવા જવા માટે છે બેસ્ટ 

જો અમે તમને કહીએ કે તમે મફતમાં ગોવામાં રહી શકો છો, તો તમે વિશ્વાસ કરશો? જી હાં, આ બિલકુલ સાચી વાત છે. આ એક એવું સીક્રેટ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જેઓ જાણે છે તેઓ પહેલી તકે તેનો લાભ લે છે. તો ચાલો જાણીએ ગોવામાં તે જગ્યા વિશે જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો અને તેના નિયમો અને શરતો વિશે જાણીએ. 

પાપી ચૂલોમાં રહો બિલકુલ ફ્રીમાં 
પાપી ચૂલો એક હોસ્ટેલ છે. અહીં તમારે મહેમાન તરીકે નહીં વોલેન્ટિયર તરીકે રહેવાનું છે. આ હોસ્ટેલમાં સ્ટાફ ઘણો ઓછો છે. આવી સ્થિતિમાં તમે અહીં રહીને તેમના કામમાં મદદ કરી શકો છો. તેમને ઘણા કામોમાં મદદ કરી શકો છે. બદલામાં આ હોસ્ટેલ તમને મફતમાં રહેવાની સુવિધા આપે છે.

અહીં તમારે શું કરવાનું રહેશે? 
અહીં વોલેન્ટિયર બનીને તમારે બાર્ટેન્ડિંગ, રિસેપ્શન, હેલ્પ ડેસ્ક, હાઉસકીપિંગ અને ટૂર ગાઈડનું કામ કરવાનું રહેશે. આ હોસ્ટેલ હંમેશા એવા લોકોની શોધમાં હોય છે જેઓ તેમને આ કાર્યોમાં મદદ કરી શકે. જો તમે કરી શકો તો ઉપલબ્ધ અવસરો માટે અગાઉથી જાણકારી મેળવી લો. 

જેથી છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન પડે. અહીં તમે સ્થાનિક લોકો અને તેમની જીવનશૈલી વિશે જાણી શકો છો. ઉપરાંત તમને કામ કરતી વખતે નવા મિત્રો બનાવવા અને વિવિધ પ્રકારના લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળશે.

અરામબોલ બીચ પર ફ્રીમાં પસાર કરો આખો દિવસ 
જો તમારું બજેટ ટાઈટ છે તો ગોવામાં ઘણી એવી વસ્તુઓ છે જેનો તમે બિલકુલ ફ્રીમાં આનંદ માણી શકો છો. ગોવાનો બીચ પ્લે ગ્રાઉન્ડ જેવો છે. નોર્થમાં અરામબોલ બીચથી લઈને સાઉથના કૈનાકોના બીચ સુધી રેત ફેલાયેલી છે. તમે ઇચ્છો તેટલી વખત ઠંડા પાણીનો આનંદ માણવા માટે બીચમાં તરી શકો છો. 

અહીંથી તમે ઘણા બધા શંખ ભેગા કરી શકો છો અને તેને લઈ જઈ શકો છો. અહીં તમને દરેક ડિઝાઇન અને કદના શંખ મળશે. સારી વાત એ છે કે તમારે આ માટે કોઈ કિંમત ચૂકવવી પડશે નહીં.

કરો સ્વયં સેવા 
જે શહેર તમને આટલો પ્રેમ અને આદર આપે છે, તમારે તેને કંઈક પાછું આપવું જોઈએ. ઉત્તરમાં મોર્જિમ અને મેન્ડ્રેમ અને દક્ષિણમાં અગોંડા અને ગાલ્ગીબાગા વચ્ચે ઓલિવ રિડલી કાચબાઓનું ઘર છે. કાચબા તેમના નેચરલ હોમ્સમાં જોઈ શકાય છે. આ ઉપરાંત તમે આને લગતી વિવિધ જાગૃતિ અને સંરક્ષણ પ્રવૃત્તિઓ માટે સ્થાનિક NGO સાથે સ્વયંસેવક બની શકો છો.

રાત્રે કરો ખરીદી 
સૂર્યાસ્ત થયા બાદ ગોવાનો એક અલગ જ રંગ જોવા મળે છે. આર્પોરામાં સેટરડે નાઇટ માર્કેટ અને બાગામાં મેસી નાઇટ માર્કેટ જોવા લાયક છે. તમે અહીંથી ઘણી બધી ખરીદી પણ કરી શકો છો.

વીવા કાર્નિવલ 
અહીં દર વર્ષે ફેબ્રુઆરીમાં ગોવા કાર્નિવલ યોજાય છે. આમાં ગોવાની સંસ્કૃતિ અને પરંપરા ખૂબ સારી રીતે જોઈ શકાય છે. આમાં રંગબેરંગી ઝાંખીઓ, પરેડ સિવાય, તમે ડાન્સર, મ્યુઝિશિયન અને આર્ટિસ્ટને વિવિધ પોશાકમાં જોઈ શકો છો. તમે આ ત્રણ દિવસીય ફેસ્ટિવલ બિલકુલ ફ્રીમાં માણી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Friends accommodation goa ગોવા ફ્રી વેકેશન Free accommodation in Goa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ