બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:01 PM, 19 January 2025
PM કિસાન સન્માન નિધિ યોજનાએ ખેડૂતોને મોટો આર્થિક લાભ આપ્યો છે. જો કે તેની સામે, છેતરપિંડી કરનારાઓ આ યોજનાનો ઉપયોગ લાભાર્થીઓને છેતરવા માટે કરી રહ્યા છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે, જે સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. જો કે પીએમ કિસાન યોજનાના નામે હવે આ કૌભાંડના સમાચાર આવવા એ ચિંતાજનક બાબત છે.
ADVERTISEMENT
આ યોજનામાં 18 હપ્તાઓનું વિતરણ કરવામાં આવી ગયું છે અને હવે 19મા હપ્તાની રાહ જોવાઈ રહી છે. જો કે આ દરમિયાન, છેતરપિંડી કરનારાઓ આ યોજના હેઠળ નકલી સંદેશાઓ મોકલીને ખેડૂતો પર નિશાન સાધી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રમત-રમતમાં જ બાળકે વોશિંગ મશીનમાં ઘુસી ચાલુ કરી સ્વીચ, પછી શું થયું? જુઓ Video
હાલમાં જ એક ઘટના એમ બની કે, હૈદરાબાદના રહેવાસીને યોજનાના લાભો મેળવવા માટેની લિંક સાથેનો એક ટેક્સ્ટ સંદેશ મોકલવામાં આવ્યો હતો. લિંક પર ક્લિક કર્યા પછી, તેણે જરૂરી માહિતી ભરી અને તેના ફોન પર તેણે OTP દાખલ કર્યો. OTP નાખતાની થોડી જ વારમાં તેના બેંક ખાતામાંથી 1.9 લાખ રૂપિયા ઉપડી ગયા.
આટલું કરો છેતરપિંડીથી બચવા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.