બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'હું CMO ઓફિસર છું, મારી વગ દિલ્હી સુધી છે', કહીને પત્નીને પણ મામુ બનાવતો નવસારીનો આ નકલી અધિકારી, હવે પોલીસ સકંજામાં

નવસારી / 'હું CMO ઓફિસર છું, મારી વગ દિલ્હી સુધી છે', કહીને પત્નીને પણ મામુ બનાવતો નવસારીનો આ નકલી અધિકારી, હવે પોલીસ સકંજામાં

Last Updated: 11:24 AM, 8 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારી પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્શ તેની પત્નિને પણ જુઠ્ઠુ બોલતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે પ્રાંત અધિકારીને ફસાવવા જતા નકલી અધિકારી પકડાયો છે. ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ગુજરાતમાં નકલી ની બોલબાલા છે. એમાં હવે નકલી સીએમઓ અધિકારી બની નવસારી જિલ્લામાં જમીનના કામોના પતાવટ માટે ફોન કરનાર ઇસમ ઝડપાયો છે. મુખ્યમંત્રી કાર્યાલયથી બોલું છું ગણેશ સિસોદ્રા ગામની જમીનના અરજદાર મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવા આવેલ છે. તેનું કામ પતાવી આપજો તેમ કહી પ્રાંત અધિકારી સાથે વાતચીત કરી રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપનાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંસકુંઇ ગામનો યુવાન પોલીસના સકંજામાં આવી ગયો છે.

નવસારી ગ્રામ્ય પોલીસે આરોપીની ધરપકડ કરી

નવસારી પ્રાંત અધિકારીને સીએમઓ ઓફિસમાંથી બોલું છું, એમ કહી પોતે રાજ્ય સેવક હોવાની ખોટી ઓળખ આપનાર ઈસમ નિતેશ વનાભાઈ ચૌધરી રહેવાસી બાવળી ફળિયું મઢી વાસકુઈ, તાલુકો બારડોલી જિલ્લો સુરતની નવસારી ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. નવસારી જિલ્લાના સિસોદ્રા ગામની જમીન બાબતે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવ્યું હોવાનું જણાવી તેનું કામ પતાવી આપવા માટે પ્રાંત અધિકારી નવસારી સાથે વાતચીત કરી હતી. જેમાં સીએમઓ ઓફિસના અધિકારી તરીકેનો રોફ જમાવતા ઈશમ બાબતે નવસારી જિલ્લા પ્રાંત અધિકારીને શંકા જતા તપાસ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાક્રમમાં અધિકારી ન હોવા છતાં પોતે રાજ્ય સેવક તરીકેની ઓળખ આપવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવાનો પ્રયાસ કર્યો હતો.

મુખ્યમંત્રી કાર્યાલયનો ઉપયોગ કરી કામ કઢાવતો

જેમાં પ્રાંત અધિકારી સાથે જે મોબાઈલ નંબર ઉપરથી વાતચીત કરી હતી એ નંબર ટ્રેસ કરતા તેનું લોકેશન ગાંધીનગર નહીં પરંતુ બારડોલી તાલુકાના મઢી વાસ્તવિક સાથેનું હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતાં તેઓ કોઇ મુખ્યમંત્રીના કાર્યાલય ખાતે પરત બજાવતા નહોતા માત્ર મુખ્યમંત્રીના કાર્યાલયનું નામ વટાવવાનો પ્રયાસ કરી મુખ્યમંત્રીના કાર્યાલયથી બોલે છે તેમ જણાવી રાજ્ય સેવક તરીકેની પોતાની ઓળખ આપી સરકારી અધિકારી સ્ત્રીઓને સંપર્ક કરી કામ કઢાવવા માટે ભલામણ કરતો હોવાનું ખુલ્યું હતું જેના આધારે આરોપીને પકડી પાડી તેઓએ મુખ્યમંત્રીના કાર્યાલયનો ઉપયોગ કરી ગુનાઓ આચરેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપી તેની પત્નિને પણ ખોટું કહેતો

આરોપી નિતેશ ચૌધરી દ્વારા સરકારી અધિકારીઓને ઉલ્લુ બનાવવામાં આવતા હતા. પરંતું આરોપી તેની પત્નિને પણ જૂઠું બોલતો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. નિતેશ ચૌધરી તેની પત્નિને કહેતો કે સોમથી શુક્ર સુરત ખાતે બહુમાળીમાં માહિતી ખાતામાં સરકારી નોકરી કરે છે. તેમજ પત્રકાર હોવાનું પણ કહ્યું હતું.

વધુ વાંચોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટી સફળતા, ઝડપાઇ કરોડોની વીજચોરી, સામે આવી ગેરરીતિ

પોલીસ દ્વારા પાંચ લોકોની એસઆઈટી બનાવી તપાસ શરૂ કરી

મોટી વાસ્કોના રહેવાસી નિતેશ વનાભાઈ ચૌધરી દ્વારા નવસારી પ્રાંત અધિકારી રોપ જમાવવા નું ભારે પડ્યું છે. તેણે આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી થી અન્ય કોઈ ગુનાઓ આચાર્ય છે કે કેમ અને છેતરપિંડી કરી છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં નવસારી ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય પાંચ લોકોની એસઆઇટી બનાવીને ઘટનાક્રમની તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chhenterpindi Navsari News CMO Officer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ