સાવધાન / જગતનાં તાત કહેવાતા ખેડૂતો બન્યાં ભોગ, આવી લોભામણી જાહેરાતથી ચેતજો નહીં તો...

fraud with farmers in Bajrangpar Village in Jamnagar

જામનગર જિલ્લાનાં બજરંગપૂર ગામમાં ઘણા ખેડૂતોને આવી કંપનીમાંથી ફોન આવ્યા હતાં. ગામમાંથી અંદાજે 15થી વધારે ખેડૂતો આ સરકારી યોજના સમજી અને લોભામણી જાહેરાતને સાચી જાહેરાત માની ગયા હતાં. તેનાં કારણે ગામનાં 2થી 3 ખેડૂતો નાણાં ભરીને આ છેતરપિંડીનો ભોગ બન્યાં છે. ખેડૂતો સાથે અજ્ઞાત તત્વો દ્વારા છેતરપિંડી એ આજકાલ છાશવારે પ્રકાશમાં આવતી ઘટના બની ગઈ છે. કેમ કે, ખેતી કરીને જગતના ભંડાર ભરતા ખેડૂતોનાં ભોળપણને લાભ લેવા કેટલાક તત્વો હંમેશા સક્રીય જ હોય છે. ત્યારે એક નવો કિસ્સો આમતો જામનગરથી પ્રકાશમાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ