Fraud of Rs 7 lakh with Jamnagar contractor in Valsad
છેતરાયા /
એક ત્રણ ગણા કરવામાં 7 લાખ ખોયા, આરોપીએ જાદુની ટ્રિક બતાવી જામનગરના કોન્ટ્રાક્ટરને બાટલીમાં ઉતાર્યા
Team VTV11:15 PM, 30 Jan 22
| Updated: 12:02 AM, 31 Jan 22
યુસુફ જેડા અને રફીક નામના શખ્સોએ જાદુ કરી કારમાં જ એકના ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી હતી પણ..
વલસાડમાં જામનગર કોન્ટ્રાક્ટરના 7 લાખ ફસાયા
જાદુથી ત્રણ ગણા રૂપિયા કરવાની લાલચમાં ફસાયા
મિયાણા ગેંગના 7 આરોપીઓની ધરપકડ
જામનગર જિલ્લાના એક કોન્ટ્રાક્ટર એકના ડબલ નહીં પરંતુ એકના ત્રણ ગણા રૂપિયા કરવાની જાળમાં ફસાયા. જાદુથી કરાવવાની લાલચે ઠગબાજ મિયાણા ગેંગએ બિછાવેલી જાળમાં ફસાઈ અને રૂપિયા 7 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઘટના વલસાડ જિલ્લામાં બનતા જિલ્લા LCB પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી.
એકના ત્રણ ગણાની લાલચે 7 લાખ લઈ રફુચકકર
એકના ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા ખંખેરતી મિયાણા ગેંગના 7 સાગરીતોને ઝડપી અને સળિયા પાછળ ધકેલી દીધા છે. જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડીયાણા ગામના રહેવાસી પ્રવીણભાઈ સોનગરા છે. તેમનો વ્યવસાય કોન્ટ્રાક્ટરનો છે. તેઓ યુસુફ જેડા અને રફીક નામના શખ્સોએ કારમાં જ એકના ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી હતી. નિર્ધારિત સમયે કોન્ટ્રાક્ટર પ્રવીણભાઈ સોનાગરા રૂપિયા 7 લાખ લઈને પારડી નજીક હાઇવે ની હોટલ પર બોલાવ્યા હતાં. પછી ઝપાઝપી કરી ત્યાંથી રૂપિયા સાત લાખ ભરેલી બેગ લઈને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતાં.
(આરોપીઓ)
કઇ રીતે છેતરપિંડી કરી ?
લોકોને ભોળવવા માટે એક ડોલમાં કેમિકલવાળુ પાણી ભરતા
ડોલમાં લોકોની સામે જ ચલણી નોટની સાઈઝના કોરા કાગળ નાખતા