બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'હું વિદેશનું સેટિંગ કરી આપીશ', કહેનારા લેભાગુઓથી સાવધાન! સુરતમાં તોડબાજે 10 લાખ ખંખેરી લીધા

છેતરપિંડી / 'હું વિદેશનું સેટિંગ કરી આપીશ', કહેનારા લેભાગુઓથી સાવધાન! સુરતમાં તોડબાજે 10 લાખ ખંખેરી લીધા

Last Updated: 07:21 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના કામરેજમાં યુકેના વીઝા બનાવવાને લઈ રૂપિયા 10 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે

સુરતના કામરેજમાં વીઝા બનાવવાને લઈને છેતરપિંડીની ઘટના સામે આવી છે. ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું હતુ કે યુકેના વીઝા આપવાના બહાને દસ લાખથી વધુ રૂપિયા પડાવીને વીઝા ન આપીને જ્યારે પૈસાની પાછા આપવાની માંગ કરી ત્યારે મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી.

SURATWebsite_Ad_1200_1200_3.width-800

વીઝા આપવાના નામે છેતરપિંડી

વીઝા એજન્ટ પિન્ટુ મજેઠીયાએ ફરિયાદીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે ભોગ બનનાર પારસ ઠાકરે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ અનેક લોકો સાથે છેતરીપિંડી કરી હોવાનું કામરેજ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. જો કોઈ વીઝા એજન્ટ પાસે પૈસા પરત માંગે તો વીઝા એજન્ટ ઈગ્લેન્ડ ખાતે હેફોર્ડ સ્કેર કંપનીનું સર્ટીફિકેટ અને સ્પોન્સરશિપ લેટર આપતો પરંતુ નિયત સમયે વીઝા નહીં આવતા ફરિયાદીને શંકા જાય તો તેને પૈસા પરત માંગે તો ધમકી આપતો હતો.

SURAT 1

વાંચવા જેવું: હજુ રાજકોટ અગ્નિકાંડને ઝાઝો સમય નથી થયો, ત્યાં તો દસ્ક્રોઇમાંથી ઝડપાઇ ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી

પોલીસે પિન્ટુ મજેઠીયાની કરી ધરપકડ

ફરિયાદીના દીકરાને યુકે જવા માટે વીઝા કરાવવાની સુરતના વેલંજામાં આવેલ એજન્ટે ખાતરી આપી હતી ત્યાર બાદ અલગ અલગ પ્રોસેસ કરીને 10 લાખ પડાવ્યા હતા પણ તે બાદ વીઝા ન મળતા પોલીસે ગુનો નોંધીને છેતરપિંડી કરનાર પિન્ટુ મજેઠીયાની ધરપકડ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Surat Crime News Surat Visa Fraud Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ