બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / દુબઈથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયું, આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ
Last Updated: 11:13 AM, 6 July 2025
Surat News : ઊંચા વળતરની લાલચ આપી લોકોને ખંખેરતી સાયબર ગેંગનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે. 235 કરોડનાં ટ્રાન્ઝેકશન પણ મળી આવ્યા છે. બેંક ખાતાં સામે 26 રાજ્યમાં ફરિયાદ દાખલ કરાઇ છે. દુબઈથી ચાલતું હતું સમગ્ર નેટવર્ક. સુરતમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે 235 કરોડથી વધુનાં બેંક ટ્રાન્ઝેક્શન અને અંદાજિત 100 કરોડના 'આંગડિયા' વ્યવહાર દ્વારા લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આ છેતરપિંડીનો વ્યાપ એટલો મોટો છે કે જે બેંક એકાઉન્ટ મળ્યાં છે એની સામે દેશભરનાં 26 રાજ્યમાં આ ગેંગ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે.
ADVERTISEMENT
છેતરપિંડીની મોડસઓપરેન્ડી
આ ઠગ ગેંગ 'IV Trade (ઇનોવેટિવ ટ્રેડ)' અને 'Sky Growth Wealth Managient' જેવી બોગસ કંપનીઓ ઊભી કરીને લોકોને શેરબજારમાં રોકાણ કરવાથી અકલ્પનીય વળતર મળશે એવી લોભામણી વાતો કરતી હતી. તેઓ રોકાણકારોને દર મહિને 7%થી 11% જેટલું આકર્ષક રિટર્ન આપવાની લાલચ આપતા. આ સ્કીમમાં ઓછામાં ઓછા 18 મહિના સુધી રોકાણ કરવું ફરજિયાત હતું. દુબઈથી નેટવર્ક ચાલતું હતું. કુલ 11,000 લોકો સ્કીમ સાથે જોડાયેલા છે.
ADVERTISEMENT
મલ્ટીલેવલ માર્કેટિંગનો કહેર
આ છેતરપિંડીનો મૂળભૂત પાયો મલ્ટીલેવલ માર્કેટિંગ (MLM) પિરામિડ સ્કીમ પર આધારિત હતો. જે ગ્રાહકો અન્ય નવા ગ્રાહકોને આ કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરતા, તેમને કંપની તરફથી તેમના "રેન્ક" મુજબ બોનસની લાલચ આપવામાં આવતી. આ રેન્ક નીચે મુજબ હતા:
ADVERTISEMENT
બ્રોન્ઝ: 25000 ડોલર (લગભગ 20.85 લાખ)નું રોકાણ
સિલ્વર: 50000 ડોલર (લગભગ 41.70 લાખ)નું રોકાણ
ADVERTISEMENT
ગોલ્ડ: 100000 (લગભગ 83.40 લાખ)નું રોકાણ
પ્લેટિનમ: 250000 ડોલર (લગભગ 2.08 કરોડ)નું રોકાણ સાયબર ફ્રોડ મામલે ઝડપાયેલા આરોપીઓ.
ADVERTISEMENT
પોલીસે રાજકોટ અને સુરતમાં દરોડા પાડી કાર્યવાહી કરી
સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગત તા. 21 જૂનના રોજ વીઆઈપી સર્કલ પાસે, ઉત્રાણ, સુરત શહેર ખાતે આવેલી IV Trade (ઇનોવેટિવ ટ્રેડ)ની ઓફિસ નંબર 914, બિલ્ડિંગ બી, પ્રગતિ આઈ.ટી. પાર્ક પર ખાનગી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ જણાતાં રાજકોટ ખાતે શીતલ પાર્ક ચોક, 150 ફૂટ રિંગ રોડ પર આવેલી Sky Growth Wealth Managient ની ઓફિસ નંબર 1123, 11મા માળ, ધ સ્પાયર-2 પર પણ દરોડો પાડવામાં આવ્યો. આ તપાસના આધારે સાયબર ક્રાઈમે ધી પ્રાઈઝ ચીટ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટની કલમ-4, 5, 6 તથા આઈ.ટી. એક્ટની કલમ-66(ડી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'સુખો સવતંતર બન્યો ને, ઘેલીબે'ન, એટલે શરીર વળ્યું', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 21
ત્રણ મુખ્ય આરોપીઓ
પોલીસે આ કેસમાં અત્યારસુધીમાં ત્રણ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જેમાં ડેનિશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર દયાલાલ ધાનક (ઉંમર 38, ધંધો-વેપાર, રહે. રાજકોટ. મૂળ ગામ-ધ્રાપા, તા. જિ. ભાવનગર), જયસુખભાઈ રામજીભાઈ જાદવભાઈ પટોળિયા (ઉંમર 44, ધંધો-એજન્ટ, રહે. સુરત. મૂળ ગામ-પ્રેમપરા, તા.-ધારી, જિ. અમરેલી), યશકુમાર કાળુભાઈ રામજીભાઈ પટોળિયા (ઉંમર 25, ધંધો-વેપાર, રહે. સુરત. મૂળ ગામ-પ્રેમપરા, તા.-ધારી, જી. અમરેલી) સામેલ છે.
ડેનિશનો ઠગાઇનો ફેમિલિ બિઝનેસ
ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, મુખ્ય આરોપી ડેનિશ તેના પિતા નવીનભાઈ અને ભાઈ દીપેન નવીનચંદ્ર ધાનક સાથે મળીને આ ધંધો ચલાવતો હતો. હાલમાં અલ્પેશ લાલજીભાઈ વઘાસિયા, દીપેન નવીનચંદ્ર ધાનક, નવીનચંદ્ર દયાલાલ ધાનક, ઝરીત હિતેશભાઈ ગોસ્વામી, સૌરવ જયેશભાઈ સાવલિયા, હરીશ મકવાણા, વિપુલકુમાર કાંતિભાઈ સાવલિયા, તરુણભાઈ, વિશાલ ગૌરાંગભાઈ દેસાઈ, બંટી પરમાર અને મયૂર સોજીત્રા જેવા અન્ય આરોપીઓ ફરાર છે. જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયા ડમી એકાઉન્ટ ખોલાવીને લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવતા હતા.
સુરત ખાતેથી જપ્ત કરાયેલો મુદ્દામાલ:
મોબાઈલ: 04 નંગ (કિંમત 1,52,000/-)
લેપટોપ: 05 નંગ (કિંમત 2,10,000/-)
ટેબ્લેટ: 03 નંગ (કિંમત 75,000/-)
ડાયરી: 08 નંગ
રાઉટર: 01 નંગ (કિંમત ₹૫૦૦/-)
ચેકબુક: 01 નંગ
ચેક: 01 નંગ
લાઈટ બિલ: 01 નંગ
રોકડા રૂપિયા: 20,02,000/-
રાજકોટ ખાતેથી જપ્ત કરાયેલો મુદ્દામાલ (આરોપી ડેનિશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ધાનક પાસેથી):
મોબાઈલ: 03 નંગ (કિંમત 1,25,000 )
પાનકાર્ડ: 05 નંગ
કંપનીના દસ્તાવેજો: 03 નંગ
ડેબિટ કાર્ડ: 02 નંગ (કિંમત 6000/-)
Sky Growth Wealth Managient નો સ્ટેમ્પ: 01 નંગ
સી.પી.યુ.: 01 નંગ
રોકડા રૂપિયા: 16,85,280
કુલ જપ્ત કરાયેલી રોકડ: 36,87,289 (આશરે ₹40 લાખનો આંકડો, મળી આવેલી રોકડ અને અન્ય જપ્ત કરેલી સામગ્રીનો કુલ અંદાજિત હતો.)
26 રાજ્યોમાં ચાલતું હતું કૌભાંડ
પોલીસ તપાસ દરમિયાન મળી આવેલાં બેંક એકાઉન્ટ્સના આધારે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતાં આશ્ચર્યજનક વિગતો સામે આવી. આ બેંક એકાઉન્ટ્સ પર દેશનાં 26 જેટલાં રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે, જેમાં બિહાર, હરિયાણા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરલા, મણિપુર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. આરોપીઓનાં વિવિધ બેંક ખાતાંમાં કુલ 235 કરોડનાં ટ્રાન્ઝેક્શનો થયાં હોવાની હકીકત જણાઈ આવી છે. આ ઉપરાંત 'આંગડિયા' મારફત આશરે 100 કરોડની આસપાસના નાણાકીય વ્યવહારો પણ મળ્યા છે. આ લોકો મોટે પાયે છેતરપિંડી કરતા હોવાનું સ્પષ્ટ થયું છે.
11 હજાર લોકો બન્યા છેતરપિડીનો ભોગ
લગભગ 11 હજારથી પણ વધુ લોકો આ છેતરપિંડીની સ્કીમમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કેટલાક મુખ્ય સૂત્રધારો દુબઈ નાસી ગયા હોવાનું પણ સામે આવ્યું છે, જેના પગલે પોલીસ તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ કરી રહી છે. આ ઘટના ભારતમાં સાયબર ફ્રોડ અને નાણાકીય છેતરપિંડીના વધતા જતા જોખમને ફરી એકવાર ઉજાગર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.