બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Fraud network busted in Ahmedabad on the pretext of sending youth abroad

ફરિયાદ / અમદાવાદમાં બોગસ એપોઇન્ટમેન્ટ લેટર બનાવતી ટોળકીનો પર્દાફાશ, કેનેડા એમ્બેસીએ મેઇલ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ

Malay

Last Updated: 05:23 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં યુવાનોને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનું નેટવર્ક ઝડપાયું છે. કેનેડા હાઈકમિશન તરફથી માહિતી મળતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે VSF ઓફિસના કર્મી સામે નોંધી ફરિયાદ 
  • બોગસ એપોઈન્ટમેન્ટ લેટર બનાવીને 28 લોકોના બાયોમેટ્રિક કરાવી દીધા
  • કેનેડા જવા ઈચ્છુકો પાસે ખોટી રીતે બાયોમેટ્રીક કરાવી છેતરપિંડી આચરી
  • આરોપીએ બાયોમેટ્રીક એપોઇન્ટમેન્ટ લેટર પણ ખોટા બનાવ્યા

બાયોમેટ્રિક માટે કેનેડા હાઈ કમિશન દ્વારા ઇશ્યૂ થતા એપોઇન્ટમેન્ટ લેટર બનાવીને ચીટિંગ કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પૂર્વ કર્મચારીએ 28 વ્યક્તિના એપોઇન્ટમેન્ટ લેટર બનાવીને બાયોમેટ્રિક લીધા હતા. કેનેડા એમ્બેસીએ ઇ-મેઇલ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. 

અમદાવાદનું ઠગબાજ કપલ, વિદેશની સસ્તી ટીકીટના બહાને લાખોનું ફૂલેકું ફેરવીને  ફરાર, મોડસ ઓપરેન્ડી હતી આવી | Fraud in the name of foreign ticket in  satellite of Ahmedabad
ફાઈલ ફોટો

ક્રાઈમ બ્રાંચમાં 4 શખ્સો સામે ફરિયાદ
મણિનગર વિસ્તારમાં આવેલી શ્રીરંગ સોસાયટીમાં રહેતા અને ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી કરતા વ્યોમેશ ઠાકરે ક્રાઇમ બ્રાંચમાં મેલ્વિન ક્રિસ્ટી, સોહિલ દીવાન, મેહુલ ભરવાડ સહિત ચાર લોકો વિરુદ્ધ ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે. વ્યોમેશ ઠાકરની કામગીરી ગુજરાતના તમામ વી.એફ.એસ સેન્ટર ઉપર દેખરેખ રાખવાની છે. વિશ્વભરમાં સરકારી અને એમ્બેસી માટે વિશ્વની સૌથી મોટી આઉટ સોર્સિંગ સેવાઓ પૂરી પાડવાનું કામ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું છે. વિદેશ જવા ઇચ્છુક નાગરિકોના બાયોમેટ્રિક, વિઝા, ઓળખ વ્યવસ્થાપન અને નાગરિક સેવા સંબંધી કામ કરે છે. આ સિવાય જરૂરી તમામ ડોક્યુમેન્ટ જે તે દેશ તથા એમ્બેસીને મોકલી આપે છે. કોઇ પણ ગ્રાહકને વિદેશમાં જવું હોય તો જે તે દેશની વેબસાઇટ ઉપર ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરી ઓનલાઇન ચાર્જ કંપની આપતી હોય છે. 

કેનેડા હાઈ કમિશન તરફથી આવ્યો હતો ઈ-મેઇલ
તારીખ 5 જુલાઇના રોજ કેનેડા હાઈ કમિશન તરફથી એક ઇ-મેઇલ આવ્યો હતો. જેમાં રજૂઆત કરાઇ હતી કે 25 વ્યક્તિના બાયોમેટ્રિક અમદાવાદ ખાતેની વિઝા એપ્લિકેશન સેન્ટર ખાતેથી રજૂ કરાયા છે પરંતુ તેઓના એપોઇન્ટમેન્ટ લેટરો ઇશ્યૂ થયા નથી. મેઇલ આવતાની સાથે જ કંપનીના આપરેશન મેનેજર દ્વારા વી.એફ.એસ. સેન્ટરના ડેટાબેઝ ચેક કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે 28 વ્યક્તિના બાયોમેટ્રિક થયા નથી. કંપનીના કોઇ કર્મચારીએ ગ્રાહકોના બાયોમેટ્રિક મેળવી કેનેડા હાઇકમિશનની વેબસાઇટ ઉપર સબમિટ કર્યા હતા. વી.એફ.એસ. સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કેટલાક લોકો એેપોઇન્ટમેન્ટ લીધા વગર સેન્ટરમાં પ્રવેશ્યા હતા અને બાયોમેટ્રિક આપતા હોવાનું સામે આવ્યું હતું. કંપનીમાં કામ કરતા મેલ્વિન ક્રિસ્ટી, સોહિલ દીવાન, તેમજ અન્ય કર્મચારી મારફતે જુદા જુદા સમયે બાયોમેટ્રિક આપી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. 

ફાઈલ ફોટો

ટ્રાવેલ એજન્ટ પાસેથી મળતા હતા રૂપિયા
તમામ કર્મચારીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે પૂર્વ કર્મચારી મેહુલ ભરવાડે જે તે ટ્રાવેલ એજન્ટ સાથે રહીને આ કૃત્ય આચર્યું છે. જે વ્યક્તિના એપોઇન્ટમેન્ટ લેટર ઇશ્યૂ થયા ન હોય તેવી વ્યક્તિના બોયોમેટ્રિક મેળવવા માટે મેહુલે આ કૃત્ય આચર્યુ હતું. મેહુલને આ કાંડ કરવા માટે મેલ્વિન ક્રિસ્ટી નામના ટ્રાવેલ એજન્ટ પાસેથી રૂપિયા મળતા હતા. 

આ સિવાય કર્મચારીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે 28 નામ જે કેનેડા હાઇકમિશને આપ્યાં હતાં. તે પૈકી બે વ્યક્તિ કાનાણી મોહમદઅલી અને કાનાણી હિનાના બાયોમેટ્રિક પછીના સ્ટેજમાં તેઓના પાસપોર્ટ રજૂ કરવાના થતા હોય છે. બંને પાસપોર્ટ રજૂ કરવામાં સફળ રહ્યા હતા. જેની એન્ટ્રી વી.એફ.એસ. સેન્ટરના ડેટાબેઝમાં પણ જણાઇ આવી હતી. પાસપોર્ટ રજૂ કરવા માટે ઇ-મેઇલ આઇડીનો પણ ઉપયોગ થયો છે. વધુ તપાસ કરતાં 28 વ્યક્તિના નામે કોઇ બાયોમેટ્રિક ઇન્સ્ટ્રક્શન લેટર કે કોઇ અપોઇન્ટમેન્ટ લેટરનો ડેટા મળ્યો હતો નહીં. 

ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી શરૂ કરી તપાસ
એપોઇન્ટમેન્ટ લેટર વગર કોઇ બાયોમેટ્રિક કાર્યવાહી થાય જ નહીં, જેથી તમામ શખ્સે બાયોમેટ્રિક એપોઇન્ટમેન્ટ લેટર પણ ખોટા બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે. મેહુલ ભરવાડે તેના સાગરીતો સાથે મળીને બાયોમેટ્રિક માટે કેનેડા હાઈ કમિશનદ્વારા ઇશ્યૂ થતા એપોઇન્ટમેન્ટ લેટર બનાવીને જેના આધારે ચીટિંગ આચર્યું છે. ક્રાઇમ બ્રાંચે આ મામલે ગુનો દાખલ કરીને કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

28 વ્યક્તિના નામ 

  • પલક પટેલ
  • મિત પટેલ
  • સેજલ ચૌધરી
  • અનિલ ચૌધરી
  • શરદ પટેલ
  • કોમલ પટેલ
  • મોહમદઅલી કાનાણી
  • હિના કાનાણી
  • સૌરિન પારેખ
  • ખુશ પટેલ
  • દિનેશ પટેલ
  • સિદ્ધાર્થ પટેલ
  • હાર્દિક પટેલ
  • નીતિન પટેલ
  • હેતલ પટેલ
  • રવિ પટેલ
  • અમૃતા પટેલ
  • રવિ પટેલ
  • નિરાલી પટેલ
  • અથર મનસૂરી
  • અક્ષય ચૌધરી
  • ગ્રીષ્મા મિસ્ત્રી
  • નિધિ પટેલ
  • દર્શન પટેલ
  • રાહુલ પટેલ
  • નીતિન પટેલ
  • સૌરવ ચૌધરી 
  • મિતલ ચૌધરી      
     

સંકળાયેલા મુદ્દાઓ

Network abroad ahmedabad fraud અમદાવાદ કેનેડા એમ્બેસી છેતરપિંડી બોગસ એપોઇન્ટમેન્ટ લેટર ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ