બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ક્યાંક તમારી સાથે તો PM કિસાનના નામે નથી રહ્યું ને ફ્રોડ, એક ભૂલ અને મૂકાશો મુશ્કેલીમાં

સાવધાન! / ક્યાંક તમારી સાથે તો PM કિસાનના નામે નથી રહ્યું ને ફ્રોડ, એક ભૂલ અને મૂકાશો મુશ્કેલીમાં

Last Updated: 03:29 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદથી પીએમ કિસાન સન્માન નિધિના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા નંબર પરથી આવતી લિંક પર ક્લિક કરવું વ્યક્તિને ભારે પડ્યું. લિંક માન્ય લાગી અને વિગતો ભરીને OTP શેર કર્યો. જાણો શું છે સમગ્ર ઘટના અને કેટલા પૈસાનું થયું સ્કેમ.

સ્કેમર્સ તૈયારીમાં જ હોય છે કે, ક્યારે કોઈ વ્યક્તિ તેમની જાળમાં ભરાઈ જાય અને અમારો શિકાર બને. આવો જ એક બનાવ હૈદરાબાદમાં બન્યો છે, જ્યાં સ્કેમરે વોટ્સએપ પર એક વ્યક્તિને ફ્રોડની લિંક મોકલી અને પૈસા પડાવ્યા. પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી વ્યક્તિને વોટ્સએપ પર એક લિંક શેર કરવામાં આવી હતી. તેણે કહેવામાં આવ્યું કે, આ લિંક પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની લાભ મેળવવા માટેની છે.

જો કે, વ્યક્તિએ આ લિંકને સાચી માનીને તેના પર ક્લિક કર્યું. જે બાદ તેને ફ્રોડ વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવ્યો હતો. અહીં વ્યક્તિ પાસેથી જરૂરી માહિતી માંગવામાં આવી અને એમાંય વ્યક્તિએ તમામ માહિતી ભરી પણ નાખી. વેબસાઈટ પર આપવામાં આવેલી સૂચનાનું પાલન કર્યા પછી તેને OTP મળ્યો. હવે આ OTP તેણે સ્કેમર સાથે શેર કરી દીધો. છેવટે સ્કેમરે બેંક ખાતામાંથી 1.9 લાખ રૂપિયાની ઠગાઇ કરી નાખી.

વધુ વાંચો: જો તમારું પણ આ બેંકમાં છે એકાઉન્ટ, તો ફટાફટ પતાવી દેજો આ કામ, 23 જાન્યુઆરી છે છેલ્લી તારીખ

વ્યક્તિને પછી ખબર પડી કે, તેની સાથે સ્કેમ થયો છે. તેણે આ સમગ્ર ઘટના અંગે રાચકોંડા સાયબર ક્રાઈમ પોલીસ જાણ કરી અને પોલીસ હાલમાં તેની તપાસ કરી રહી છે.

હવે સુરક્ષિત રહેવા માટે શું કરવું?

સુરક્ષિત રહેવા માટે, લોકોએ સરકારી લાભો આપવાનો દાવો કરતા કોઈપણ મેસેજની ચકાસણી કરવી જોઈએ. વધુ માહિતી માટે PM કિસાન વેબસાઈટ અને નેશનલ પોર્ટલ ઓફ ઈન્ડિયાની મુલાકાત લઈને વિગતો મેળવી શકાય છે.

લોકોએ વોટ્સએપ, ઈમેલ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળેલી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને અજાણ્યા નંબરો પરથી આવતી લિંક પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Kisan Scheme Fraud Alert Government Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ