બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 06:55 PM, 21 December 2019
ADVERTISEMENT
રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી લોકો સાથે છેતરપિંડી કરતા ઠગ જ્યોતિષને જેતપુરની પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યોતિષ નટવરલાલ જોષી વિધી કરવાને લઈને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. ધાર્મિક વિધીનું બહાનું કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. ઉપલેટાના એક યુવક પાસેથી 5 લાખ 97 હજારથી વધુ રૂપિયા આ ઠગે પડાવ્યા હતા.
આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. પોલીસે ફરિયાદના આરોપીને ઝડપી પાડ્યો છે. ફરિયાદી યુવકની ઉંમર નિકળી ગઈ હોવા છતા લગ્ન થતા ન હતા. ચેનલમાં આવતી જાહેરાત જોઈને ફરિયાદી યુવકે જ્યોતિષનો સંપર્ક કર્યો હતો. સગાઈ થાય તે માટે જ્યોતિષે વિધી કરવા માટે યુવક પાસેથી 7500 રૂપિયા મંગાવ્યા હતા. યુવકે જ્યોતિષને આંગડીયાથી રૂપિયા મોકલાવ્યા હતા.
ADVERTISEMENT
ત્યારબાદ જ્યોતિષે લાલચમાં આવીને વધુ રૂપિયાની માગ કરી હતી. યુવક પાસેથી જ્યોતિષ થોડા થોડા રૂપિયા પડાવતો હતો. આ જ્યોતિષે યુવક પાસેથી 5 લાખ 97 હજારથી વધુની રકમ પડાવી લીધા હતા.
જમીન ખોદીને તેમાંથી ચાંદીની વસ્તુ કાઢી અને...
સગાઇ માટે પ્રથમ તો વિધિ માટે 7500 રૂપિયા ફોન ઉપર આંગડિયા દ્વારા મંગાવેલ હતા. જ્યાંથી ધાર્મિકને ઠગવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ફોન વધારે લાલચ આપી હતી કે તમારા ઘરમાં તો માયા પડી છે તેને વિધિ કરીને કાઢવી જોશે તેમ કહીને લાલચ આપી હતી. ધાર્મિક અને તેનો પરિવાર આ લાલચમાં આવી ગયો હતો અને જ્યોતિષને તેના ઘેર કોલકી બોલાવ્યો હતો. જ્યોતિષ કોલકી ધાર્મિક આવી તેના જુના બાપદાદાના મકાનમાં લઇ ગયો હતો. જ્યાંથી જ્યોતિષે ઢોંગ કરીને જમીન ખોદીને તેમાંથી થોડી ચાંદીની વસ્તુ અને એક ચાંદીનો નાગ કાઢીને કહ્યું હતું કે હવે વધારે માયા કાઢવી હોય તો વધુ પૈસા લાગશે. આ ઢોંગથી ધાર્મિક પાસેથી ધીમે ધીમે 5 લાખ 97 હજાર થી વધુની રકમ પડાવી હતી.
પોલીસે ટ્રેપ ગોઠવીને જ્યોતિષને ઝડપી પાડ્યો
ધાર્મિક અને તેના પરિવારના પોતે ઠગાઈ ગયા હોવાની જાણ થતા તેવો એ ઉપલેટા પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે ઉપલેટા પોલીસે ટ્રેપ ગોઠવીને જ્યોતિષને અમદાવાદના વાડજમાંથી પકડી પડેલ હતો.
પકડાયેલ આરોપી નટવરલાલ જોશી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તે પૈસા કમાવા માટે ધાર્મિક ચેનલોમાં જાહેરાત આપીને ગ્રાહકોને ફસાવે છે. હાલ તો આ જ્યોતિષ નટવરલાલ જોશી પોલીસ માયાજાળમાં ફસાઈ ચુક્યો છે. હવે પોતાના છુટકારા માટે જેલના સળિયા પાછળ બેસીને પોતા માટે જ જ્યોતિષ જોઈને વિધિ કરી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.