France speeds up Rafale fighter jet deliveries on IAF’s ‘special request’
તણાવ /
ચીનના હોશ ઠેકાણે લાવવા વિવિધ હથિયારો મેળવવા કવાયત, આવતા મહીને મળશે આકાશનો 'અજેય યોદ્ધા'
Team VTV04:39 PM, 29 Jun 20
| Updated: 04:47 PM, 29 Jun 20
ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ વિંનતી બાદ હવે ફ્રાંસ વહેલામાં વહેલી તકે ભારતને રાફેલ લડાકુ વિમાન આપશે. ફ્રાંસની કંપનીએ કહ્યું કે હવે સમયમાં બદલાવ કરવામાં આવશે અને ઝડપથી લડાકુ વિમાન ભારતને સોંપી દેવામાં આવશે.
27મી જુલાઈએ ભારતને મળશે રાફેલ જહાજ
રશિયા પણ ઝડપથી આપશે S-400
ઇઝરાયલમાંથી આવશે વિવિધ હથિયાર
લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે માનવામાં આવી રહ્યું છે ફ્રાંસ હવે ચારની જગ્યાએ છ રાફેલ વિમાન અંબાલામાં 27મી જુલાઈએ આપશે. નોંધનીય છે કે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરનાર આ ડીલ વર્ષ 2016માં કરવામાં આવી હતી જેમાં ભારતે 59 હજાર કરોડમાં 36 લડાકુ વિમાનનો ઓર્ડર આપ્યો છે. રાફેલ વિમાનનો કોઈ જવાબ નથી અને આકાશનો અજય યોદ્ધા કહેવાય છે. રાફેલનો નિશાન અચૂક રહે છે અને હજારો કિમી દૂર વાર કરતી મિસાઈલથી હુમલો કરવા સક્ષમ છે.
કારગિલ યુદ્ધમાં ભારતના મિત્ર દેશ ઇઝરાયલે ભારતને ઘણા બધા હથિયારો અપાવ્યા હતા ત્યારે ચીન સાથે તણાવમાં પણ આ દેશ એવા કેટલાક હથિયાર આપવા જઈ રહ્યું છે જેનાથી ડ્રેગન ડરી જશે રશિયાએ પણ ઝડપથી S-400 આપવાનો વાયદો કર્યો છે.
ચીન સાથે તણાવ વચ્ચે ઈઝરાયલે આ વખતે ભારતને ડિફેન્સ સીસ્ટમ આપવાનો વાયદો કર્યો છે જે લદાખમાં તૈનાત કરવામાં આવશે. ઇઝરાયલ લાંબા સમયથી બરાક-8 પર ભારત સાથે વાતચીત કરી રહ્યું છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહના રશિયા પ્રવાસ બાદ રશિયા અને ભારત વહેલામાં વહેલી તકે એસ-400 ઉપલબ્ધ કરાવવા માટે સહમત થયા છે. ભારત પાસે કેટલાય એવા હથીયારો છે જે રશિયાએ જ આપ્યા છે. એવામાં ભારતે ટેંકના ગોળાથી લડાકૂ વિમાનોને તોડી પાડતા બોમ માટે આગ્રહ કર્યો છે. સેનાએ એન્ટી ટેંક મિસાઈલની માંગણી કરી છે ત્યારે રશિયા ખૂબ જલ્દી આ બધા હથિયારો ભારતને આપે તેવી શક્યતા છે.