બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:34 AM, 5 December 2024
ફ્રાન્સમાં બુધવારે એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે વિરોધ પક્ષોના સાંસદોએ ફ્રાન્સની મિશેલ બાર્નિયર સરકાર પાડી દીધી. આ પગલા બાદ યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ ફ્રાન્સમાં રાજકીય સંકટ વધુ ઘેરી બન્યું છે. અવિશ્વાસનો મત હારી જતાં ફ્રાંસની સરકાર પડી ગઈ છે. ફ્રાન્સના છેલ્લા 60 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ સરકારને આ રીતે હટાવવામાં આવી હોય. જણાવી દઈએ કે ડાબેરી NFP ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં કુલ 331 સાંસદોએ મતદાન કર્યું, જ્યારે સરકારને પાડવામાં માટે માત્ર 288 વોટની જરૂર હતી.
ADVERTISEMENT
ત્રણ મહિનામાં જ પડી ગઈ સરકાર
જણાવી દઈએ કે બાર્નિયરની સરકાર માત્ર ત્રણ મહિના જ ચાલી શકી. અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા પછી, બાર્નિયરે હવે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પોતાનું રાજીનામું સોંપવું પડશે.
ADVERTISEMENT
લઘુમતી સરકાર ચલાવતા હતા બાર્નિયર
જણાવી દઈએ કે ફ્રાન્સમાં જુલાઈમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. આ પછી, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સપ્ટેમ્બરમાં મિશેલ બાર્નિયરના નેતૃત્વમાં લઘુમતી સરકારની જાહેરાત કરી. જે બાદ 73 વર્ષીય બાર્નિયર સરકાર ચલાવી રહ્યા હતા.
આ પણ વાંચો: ત્રીજા વિશ્વ યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ! સાચી સાબિત થઈ રહી છે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી
શા માટે બાર્નિયર વિરુદ્ધ થયા સાંસદો?
તાજેતરમાં, બાર્નિયર દ્વારા લાવવામાં આવેલા સામાજિક સુરક્ષા બજેટને લઈને ફ્રાન્સમાં તણાવ વધ્યો હતો. તેમણે આ બજેટમાં ટેક્સ વધારવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયનો દેશના ડાબેરી અને જમણેરી પક્ષોએ વિરોધ કર્યો હતો અને આ કાપ ઘટાડવાની માંગ કરી હતી. પરંતુ બાર્નિયરની સરકારે બજેટ પર આ પગલાંને વોટિંગ વિના જ પાસ કરવાનો નિર્ણય લીધો. વિરોધ પક્ષોએ આનો પણ વિરોધ કર્યો હતો. આ પછી, વિરોધ પક્ષોએ બુધવારે બાર્નિયરની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT