વિદેશી રોકાણકારો સતત ભારતીય શેર બજારમાં રોકાણ કરી રહ્યાં છે. FPIએ સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં ભારતીય શેર બજારમાં 6.3 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. એક રિપોર્ટ અનુસાર FPIનું આ રોકાણ આકર્ષક વેલ્યુએશન, અર્થવ્યવસ્થા ખુલવા અને વેપારીમાં તેજીના કારણે આવ્યું છે.
આ પહેલા જૂન ત્રિમાસિકમાં FPIએ ભારતીય શેરબજારમાં 3.9 બિલિયન ડોલરનું ચોખ્ખુ રોકાણ કર્યું હતું. જ્યારે માર્ચ ત્રિમાસિકમાં FPIએ ભારતીય શેર બજારમાં 6.38 બિલિયન ડોલરનું ક્લીયરન્સ કર્યું હતું.
આ સાથે જ ભારતીય શેરમાં FPI રોકાણની વેલ્યુ સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન ઘણુ વધ્યું છે. આ ચોખ્ખુ રોકાણમાં વૃદ્ધિ અને ભારતીય શેર બજારમાં મજબૂત પ્રદર્શનના કારણે થયું છે.
સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલ ત્રિમાસિકમાં ભારતીય શેરમાં FPI રોકાણની કુલ વેલ્યુ 450 બિલિયન ડોલર થઇ ગઇ છે. આ પહેલા ત્રિમાસિકમાં નોંધાયેલા 344 બિલિયન ડોલર ઘણી વધારે છે. આ રીતે આમા અંદાજે 31 ટકા વધારો થયો છે.
આ ભારતીય શેર બજારોમાં FPIના યોગદાનનો રેકોર્ડ ઉચ્ચ સ્તર પર છે. ગત ઉચ્ચ સ્તર માર્ચ 2015માં 20.5 ટકા હતા. એક રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર મહીનામાં સમાપ્ત થયેલી ત્રિમાસિક માટે વિદેશી પોર્ટફોલિયો રોકાણ 6.3 અરબ ડોલના ઇનફ્લોની સાથે ચોખ્ખા ખરીદાર રહ્યાં. આ ગત ત્રિમાસિકના 3.9 અરબ ડોલરના ઇનફ્લોની સરખામણીએ ઘણી વધારે છે.