બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 06:41 PM, 28 April 2019
ત્યારે આવતીકાલે નંદુરબાર, ધુલે, ડિંડોરી, નાસિક, પાલઘર, ભિવંડી, કલ્યાણ, ઠાણે, મુંબઇ-ઉત્તર, મુંબઇ ઉત્તર-પશ્ચિમ, મુંબઇ ઉત્તર-પૂર્વ, મુંબઇ દક્ષિણ-મધ્ય, મુંબઇ દક્ષિણ, માલવ, શિરૂર અને શિરડી અને્મું બઇ ઉત્તર બેઠક પર મતદાન યોજાશે.
ADVERTISEMENT
મુંબઈ ઉત્તર પર કોંગ્રેસના ઉર્મિલા માતોડકર અને ભાજપના ગોપાલ શેટ્ટી વચ્ચે જંગ જોવા મળશે. તો માવલ બેઠક પરથી NCP નેતા અજીત પવારના પુત્ર પાર્થ પવાર મેદાને છે. ધુલે બેઠક પરથી ભાજપના મંત્રી સુભાષ ભામરે ચૂંટણી લડી રહ્યા છે.
ADVERTISEMENT
તો નાસિકથી શિવસેનાના ઉમેદવાર હેંમત ગોડસે અને NCPના સમીર ભુજબલ વચ્ચે જંગ જોવા મળશે. આ ઉપરાંત મુંબઇ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના સંજય નિરૂપમ ચૂંટણી લડી રહ્યાં છે. તો મુંબઇ ઉત્તર-પૂર્વ બેઠક પરથી ભાજપના મનોજ કોટક અને NCPના સંજય પાટીલ વચ્ચે જંગ છે.
જ્યારે મુંબઇ ઉત્તર-મધ્ય બેઠક પરથી કોંગ્રેસના પ્રિયા દત્ત અને ભાજપના પુનમ મહાજન વચ્ચે ખાસ ટક્કર છે. આ ઉપરાંત મુંબઇ દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસનો બહુચર્ચિત ચહેરો એવા મિલિન્દ દેઓરા ચૂંટણી લડી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.