બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / તમને પણ ફ્રીજમાં આ ચીજવસ્તુઓ મૂકવાની છે આદત, તો સાવધાન, નહીંતર બની જશે ઝેર!
Last Updated: 02:46 PM, 13 June 2024
મોટાભાગના લોકો દરેક વસ્તુને ફ્રીજમાં સ્ટોર કરે છે અને તેને અઠવાડીયા કે મહિના સુધી ચલાવે છે. પરંતુ ડાયટિશિયન અનુસાર આ વસ્તુઓને ક્યારેય ફ્રીજમાં સ્ટોર કરીને ન રાખવી જોઈએ. ફ્રીજમાં રાખવાથી તેની તાસીર બદલાઈ જાય છે અને તે આપણા શરીરને નુકસાન કરે છે.
ADVERTISEMENT
ન ખાવ ફ્રીજમાં મુકેલા ટામેટા
ADVERTISEMENT
ટામેટામાં મળી આવતા લાઈકોપીન એક કેરોટીનોયડ એન્ટીઓક્સીડેન્ટ છે. જે તેને લાલ રંગ આપે છે. હવે ટામેટાને ફ્રીજમાં રાખવામાં આવે તો ફ્રીજની ઠંડકના કારણે લાઈકોપીનની સંરચનામાં ફેરફાર થવા લાગે છે.
આ હવે એક ગ્લાઈકોએલ્કલાયડમાં ફેરવાઈ જાય છે જેને ટોમેટિન ગ્લાઈકોએલ્કલાયડ કહેવામાં આવે છે. આ ટોમેટિન ગ્લાઈકોએલ્કલોયડ શરીર માટે હાનિકારક હોઈ શકે છે. તેનાથી આંતરડામાં સોજો, ઉલ્ટી, ઝાડા જેવા લક્ષણ પેદા થઈ શકે છે. તેનાથી લિવર અને કિડનીને પણ નુકસાન પહોંચી શકે છે.
લસણ બની જાય છે ઝેર
ક્યારેય પણ છોલેલુ લસણ ન ખરીદવું જોઈએ અને તેને ફ્રીજમાં પણ ન રાખવું જોઈએ. છોલેલુ લસણ ખરીદવાથી તેમાં જલ્કી ફંગસ લાગી જાય છે. જેને ઘણા સંશોધનમાં કેન્સરનું કારણ જણાવવામાં આવ્યું છે. લસણ હંમેશા જરૂર પ્રમાણે જ ફોલો.
ડુંગળીને ભૂલથી પણ ન રાખો ફ્રીજમાં
ડુંગળીને જ્યારે ફ્રીજમાં મુકવામાં આવે છે તો તેનો સ્ટાર્ચ શુગરમાં ફેરવાઈ જાય છે અને તેમાં સરળતાથી ફંગસ લાગી જાય છે. ઘણા લોકો અડધી કાપેલી ડુંગળીને ફ્રીજમાં રાખે છે. જેનાથી હવામાં હાજર ઘણા અનહેલ્ધી બેક્ટેરિયા તેની અંદર જવા લાગે છે. તેને બેગની અંદર કે બટાકાની પાસે ન રાખવી જોઈએ.
વધુ વાંચો: ...તો તમે પણ દર મહીને બચાવી શકશો હજારો રૂપિયા, એ કઇ રીતે? સમજો ગણિત
આદૂ બની જાય છે ઝેર
એક્સપર્ટ્સ અનુસાર આદુને પણ ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવું જોઈએ. આ ફ્રીજમાં રાખવાથી ઝડપથી ફંગસના સંપર્કમાં આવી જાય છે અને કેન્સરનું કારણ બની શકે છે. હંમેશા આદુને ખુલ્લી હવામાં જ રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.