દેશની 4 મુખ્ય બેંકો દ્વારા આમ આદમીને ઝટકો, Home Loan થઇ મોંઘી

By : admin 05:11 PM, 05 December 2018 | Updated : 05:43 PM, 05 December 2018
દેશની ચાર પ્રમુખ બેંકોએ સામાન્ય માનવીને એક મોટો ઝટકો આપ્યો છે. આ બેંકોએ હોમ લોન સહિત અન્ય પ્રકારની લોન લેવા પર ગ્રાહકોને વધારે વ્યાજ આપવું પડશે. જે ચાર બેંકોએ વ્યાજ દરોમાં વધારાનું એલાન કર્યુ છે તેમાં ICICI બેંક, યૂનિયન બેંક, ડીસીબી બેંક અને લક્ષ્મી વિલાસ બેંક શામેલ છે.

10 BPSનો વધારોઃ
ચારે બેંકોએ પોતાની માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઇન્ટનો વધારો કરી દીધો છે. દેશનાં ત્રીજી સૌથી મોટી બેંક ICICIએ પોતાનાં MCLRમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. બેંકનાં એક વર્ષ માટે MCLR હવે 8.8 ટકા થઇ ગયેલ છે. અન્ય સમયમર્યાદાને માટે MCLR 8.55 ટકા અને 8.75 ટકાની વચ્ચે થઇ ગયેલ છે.

યૂનિયન બેંકે પણ પોતાનાં MCLRનાં દરને 0.05 ટકા વધારી દીધેલ છે. લક્ષ્મી વિલાસ બેંકે પણ લોનનાં દરોને 0.05 ટકાથી 0.15 ટકા વધારી દીધેલ છે. DCB બેંકે પણ MCLRનાં દરોમાં 0.10 ટકાનો વધારો કર્યો છે.

આની પર પડશે અસરઃ
MCLRનાં વધવાથી આપની કાર અને ઘરની લોનની EMI સિવાય ટૂ-વ્હીલર લોન, અભ્યાસ માટે લોન, પર્સનલ લોન એમ દરેકની પર અસર પડશે.

ફેસ્ટિવ સીઝનમાં આને કર્યો હતો વધારોઃ
હોમ લોન આપનારી પ્રમુખ કંપની HDFCએ ફેસ્ટિવ સીઝનમાં ખુદરા પ્રધાન ઋણ દર (RPLR)માં તત્કાલ પ્રભાવથી 10 આધાર અંક એટલે કે 0.10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી. વિભિન્ન પરિપક્વતા સમયનાં ઋણનાં નવા દરો 8.80 ટકાથી 9.05 ટકાની વચ્ચે હશે. પંજાબ નેશનલ બેંક (PNB)એ શનિવારનાં રોજ ઓછાં સમયગાળાનાં ઋણ પર MCLR દરમાં 0.2 ટકાનો વધારો કર્યો હતો કે જે સોમવારથી જ લાગુ થઇ ગયો.
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story