બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 AM, 16 April 2025
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા ચાર જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. આ ચારેય પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલી સ્ટેટ મોનીટરિંગ સેલમાં કરવામાં આવી છે. બદલી કરવામાં આવેલા અધિકારીઓને તાત્કાલીક તેમની બદલીવાળી જગ્યાએ હાજર થવાની જાણ કચેરીને કરવા કહેવામાં આવ્યું છે.. રાજ્યના ડીજી અને આઇજી ઓફ પોલીસ વિકાસ સહાય દ્વારા આ અંગે પરિપત્ર બહાર પાડી જાણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત, પાણીના ટેન્કર પાછળ ઘૂસી જતા દુર્ઘટના, જુઓ વીડિયો
ADVERTISEMENT
પી.પી. બ્રહ્મભટ્ટ જેઓ હાલ દેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવે છે.. આર.કે.કરમટા જેઓ ભરૂચમાં ફરજ બજાવે છે, જી.આર.રબારી કે જેઓ હાલ બનાસકાંઠામાં ફરજ પર છે અને સી.બી. ચૌધરી કે જેઓ હાલ એસ.સી.આર.બી ગાંધીનગરમાં ફરજ બજાવે છે, તે તમામની બદલી સ્ટેટ મોનિટરિંગ સેલમાં કરવામાં આવી છે. આ ઉપરાંત બી.એચ.રાઠોડ જે અમદાવાદ ગ્રામ્યમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે અને એ.જે.ચૌહાણ જે સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવે છે તેમની પણ સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે.
જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ બદલી કરવામાં આવી હોવાનું પરિપત્રમાં જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.